SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧ લે. સંભવનાથ પ્રભુને જન્મ કારી પવન વાવા લાગે, સર્વ લેક ક્રિીડા કરવા લાગ્યા, સુગંધી જળની વૃષ્ટિ થઈ, આકાશમાં દુંદુભીના નાદ થયા, પવને રજ દૂર કરી, અને પૃથ્વી ઉઠ્ઠવા પામી ગઈ. એ વખતે અલકમાંથી ભેગંકરાદિક આઠ કુમારિકાઓ અવધિજ્ઞાનવડે પ્રભુના જન્મને જાણી સ્વામીના મંદિરમાં પ્રાપ્ત થઈ અને ભગવંતને તથા માતાને ત્રણ પ્રદક્ષિણુ કરી “તમે ભય પામશે નહિ' એમ કહી પિતાના આત્માને ઓળખાવ્યું. પછી ઈશાનદિશામાં જઈવક્રિય સમુદુઘાત કરી, સંવત્ત વાયુવડે એક જન સુધી કાંટા વિગેરે દૂર કરી, ભગવાનને પ્રણામ કરી ગોપીઓની જેમ પ્રભુના ગુણગીત ગાતી તેમની નજીક બેઠી. તેવી જ રીતે આસનના કંપવડે પ્રભુને જન્મ જાણી, મેઘંકરા વિગેરે આઠ ઉદ્ઘલેકવાસી દિકુમારીઓ ત્યાં આવી અને જિનેશ્વર તથા જિનેશ્વરની માતાને નમસ્કાર કરી તેઓએ તત્કાળ અન્ન (વાદળ) વિકૃત કર્યું. તેનાવડે સુગંધી જળની વૃષ્ટિ કરીને સૂતિકાગ્રહની ફરતી એક યે જન સુધી રજને સમાવી દીધી, અને જાનુપ્રમાણુ પંચવણ પુષ્પોની વૃષ્ટિ કરી; પછી જિનેશ્વરને નમી તેમના ગુણેનું ગાન કરતી તેઓ પિતાના ઉચિત સ્થાને સ્થિર રહી. પૂર્વ રૂચકાદ્ધિ ઉપર રહેનારી નંદા, દેત્તરા વિગેરે આઠ દિકકુમારીઓ આવી નમસ્કાર કરી પોતાના હાથમાં દર્પણે રાખી પૂર્વ દિશા તરફ ઊભી રહી, દક્ષિણ રૂચકાદ્રિમાં રહેનારી સમાહારા વિગેરે આઠ દિકકુમાર રીકાઓ ત્યાં આવી જિનેશ્વર અને તેમની માતાને નમસ્કાર કરી હાથમાં કળશ લઈને દક્ષિણ દિશામાં ઉભી રહી. પશ્ચિમ રૂચકાદ્રિમાંથી ઈલાદેવી વિગેરે આઠ દિકુમારીઓ આવી, નમસ્કાર કરી હાથમાં પંખા રાખીને પશ્ચિમ દિશામાં ગાયન કરતી કરતી ઊભી રહી, ઉત્તર રૂચકાદ્રિ ઉપરથી અલંબુસા વિગેરે આઠ કુમારીકાઓ ત્યાં આવી, ભગવંતને તથા તેમની માતાને પૂર્વની પેઠે નમસ્કાર કરી હાથમાં ચામર રાખી ગાન કરતી કરતી ઉત્તર દિશામાં ઊભી રહી, વિદિશામાં રહેલા રૂચક પર્વતથી ચિત્રા વિગેરે ચાર દિકકુમારીઓ આવી, જિનેશ્વર તથા માતાને નમન કરી હાથમાં દીપક રાખી ઈશાન વિગેરે વિદિશાઓમાં ગીત ગાતી ઉભી રહી. રૂચકદ્વીપના મધ્યમાંથી રૂપા વિગેરે ચાર દિકકુમારીકાઓ પણ તત્કાળ ત્યાં આવી; તેઓએ ભગવાનના નાભીનાળને ચાર અંગુલ રાખી છેદન કર્યું; પછી ત્યાં એક ખાડો ખોદી તેમાં તે નાળ નિશ્ચિત કરી ખાડાને રત્ન અને વજથી પૂરી દીધે, અને તેના ઉપર દૂર્વા (દ્ર ) થી પીઠીકા બાંધી. પછી ભગવાનના જન્મગૃહને લગતા પશ્ચિમ સિવાય પૂર્વ દક્ષિણ અને ઉત્તર દિશામાં ચતુઃશાળ ( ચેક) સહિત ત્રણ કદલીગૃહ વીકુળં. પછી જિનેશ્વરને પોતાના બે હાથવડે લઈ, જિન માતાને હાથને ટેકે આપી, દક્ષિણ દિશાના ચતુઃશાળમાં લઈ જઈને ત્યાં સિંહાસન ઉપર બેસાડ્યાં, અને લક્ષપાક તલથી અભંગન કરી સુગંધી દિવ્ય ઉદ્વર્તનથી બનેને ઉદ્વર્તન કર્યું. પૂર્વ દિશાના ચતુઃશાળમાં લઈ જઈ સિંહાસન ઉપર બેસાડી, તેઓએ સુગંધી ઉદકથી સ્નાન કરાવ્યું, દેવદૂષ્ય વસ્ત્રથી તેમના અંગને લુંછી નાખ્યું, અને ગશિર્ષ ચંદનના રસથી તેમને ચર્ચિત કરી દેવદૂષ્ય વસ્ત્ર તથા આભૂષણે પહેરાવ્યાં. પછી ભગવાનની માતાને ઉત્તર દિશાના કેળના ચતુઃશાળમાં લઈ જઈ રત્નમય સિંહાસન ઉપર બેસાર્યા. ત્યાં તેઓએ આભિગિક દેવતાઓ પાસે ગશિર્ષચંદનના કાષ્ટ મંગાવી, તેમના સમિધ કરીને અરણિના બે કાષ્ઠને ધમવાવડે ઉત્પન્ન કરેલા અગ્નિમાં હામ કર્યો, તે અગ્નિથી થયેલી ભસ્મની તેઓએ વિધિવડે બે રક્ષાપોટલી કરીને બંનેને હાથે બાંધી. પછી તમે પર્વતની જેવા આયુષ્યવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy