SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૫ મ.] કિરાતેએ અંગીકૃત કરેલ સેવકપણું [ ૨૮૩ શેષનાગ કયાં અને બીચારા નાના સાપનાં પડકાં કયાં! સ્વયંભૂરણ સમુદ્ર ક્યાં અને ઘરની ખાળે કયાં? તેમજ ઐક્ય વંદના કરેલા આ તીર્થકર અને ચક્રવર્તી કયાં અને અમારાથી જીતી શકાય તેવા બીચારા રાંકડા તમે કયાં? માટે તમે શીધ્ર હવે અહીંથી ચાલ્યા જાઓ, નહીંતે તમારો અપરાધ અમે સહન કરશું નહીં.” આ પ્રમાણે તેઓએ આડંબરથી કહ્યું, એટલે તે મેઘકુમારોએ કિરાને કિરાને સમજાવ્યા કે “આ શાંતિનાથ પ્રભુજ તમારૂં શરણ છે.” મેઘકુમારની શિક્ષાથી તે સ્વેચ્છે નિઃશ્વાસ મુકી મદ રહિત થયેલા હાથીઓની જેમ ક્રોધ છેડીને શાંત થઈ ગયા. પછી વિચિત્ર વાહને, અદ્ભૂત આભૂષણો અને ઘણાં મૂલ્યવાળાં વસ્ત્રો તથા સુવર્ણ અને રૂપાના રાશિ ભેટ આપવા માટે લઈને તે શરણાથી કિરાતે સર્વ અંગે આળેટી પૃથ્વીનું માર્જન કરતાં ત્યાં આવ્યા. શાંતિનાથને ભેટ અર્પણ કરી નમીને તેઓ બોલ્યા–“હે પ્રભુ! અરણ્યના વૃષભની જેમ અમે સદા ઉન્મત્ત છીએ, તેથી તમે અમારા સ્વામી અહીં આવ્યા છે તેમ નહી જાણતા એવા અમેએ સાહસથી જે અ૫રાધ કર્યો છે તે ક્ષમા કરો અને અમારા પર પ્રસન્ન થાઓ. આજથી પૃથ્વીને સાધનાર એવા તમેજ અમારા સ્વામી છે, અને આજ્ઞા કરો, વધારે શું કહીએ? હવેથી તમારા સેવક થઈને અમે અહીં રહીશું.” આ પ્રમાણે બેલતાં તે મ્લેચ્છોને સત્કાર કરી, ભેટ સ્વીકારીને પ્રભુએ તેમને અનુગ્રહ કર્યો. પછી શાંતિનાથે સેનાપતિ પાસે સિંધુનો ઉત્તર નિષ્ફટ સધાવ્યા. ત્યાંથી મોટી સેવાવાળા પ્રભુ પિતાના બહોળા સિન્યથી ગંગા અને સિંધુ નદીના અંતરને આચ્છાદન કરતા ત્યાંથી શુદ્ધ હિમાલય પર્વત પાસે આવ્યા. ત્યાં તે પર્વતના અધિષ્ઠાયિક હિમવંતકુમારે ગશીર્ષ ચંદનથી, પવહુદના જળથી અને બીજા રત્નથી શ્રી શાંતિનાથનું પૂજન કર્યું. ત્યાથી કષભકૂટાદ્રિએ જઈ કાંકણું રત્ન હાથમાં લઈ ચક્રવત્તીના કલ્પ પ્રમાણે “પાંચમા ચશ્વરી શાંતિનાથ એવા અક્ષરે લખ્યા. શત્રુઓના પરાક્રમને શાંત કરનાર શાંતિનાથ ત્યાંથી પાછા ફરી અનુક્રમે વૈતાઢય પર્વત પાસેની ભૂમિમાં આવ્યા. ત્યાં બંને શ્રેણિમાં રહેનારા વિદ્યાધરોના રાજાઓએ આલેક અને પરલોકના સુખને માટે ચક્રવર્તીને સત્કાર કર્યો, ત્યાંથી ગંગાને તીરે જઈ પોતે ગંગાદેવીને સાધ્યા, અને સેનાપતિ પાસે ગંગાને ઉત્તર નિષ્ફટ સધાવ્યો. ત્યાંથી વૈતાઢથ નીચેની ખંડપ્રપાતા નામની ગુફા પાસે આવ્યા અને ત્યાં રહેલા નાયમાલ દેવને વશ કર્યો. સેનાનીએ દંડરત્નથી તે ગુહાને ઉઘાડી, એટલે શાંતિનાથ ચક્રીએ ચક્રરત્નને અનુસરીને તેમાં પ્રવેશ કર્યો અને પૂર્વની પેઠે મણિરત્ન હાથીના કુંભસ્થળપર રાખીને દીપકની જેમ કાંકણિરત્નવડે મંડળ આળખી ગુહાગૃહનું અંધકાર શાંત કરી દીધું. પછી સૈન્ય સહિત પ્રભુ વાદ્ધકી ૨ને કરેલી પાજથી ઉત્પન્ના અને નિમગ્ન નદીના જળને ઉતરી ગયા. પરાક્રમી પુરૂષોને કાંઈપણ દુષ્કર નથી. પ્રાંતે પિતાની મેળે ઉઘડી ગયેલા તે ગુહાના દક્ષિણદ્વારથી પ્રભુ સિંહની જેમ સેના સહિત બહાર નીકળ્યા. પછી ગંગા નદીના વિપુળ તટની ઉપર ગંગાના તરંગ જેવા ચપળ અથી અલંકૃત એવી પિતાની છાવણી નાખી. ત્યાં ગંગાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy