SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨] કિરાતે પરાજય [ પર્વ ૫ મું આપણે શું બળતા અગ્નિમાં પેસવું? ઉંચા પર્વતના શિખર પરથી મરવાને માટે પૃપાપાત કરો ? અથવા શું પોતાની મેળે જ ઉગ્ર કાળફૂટ ઝેર ખાવું? અથવા વૃક્ષોની ઉપર ગળાફાંસો બાંધીને હીંચકાની જેમ શરીરને લટકાવવું? અથવા જીર્ણ વસ્ત્રની જેમ છરીઓથી પિતાનું પેટ ફાડવું ? અથવા કાકડીના ખંડની જેમ દાંત વડે જિહુવાને કરડવી? ઈત્યાદિ કઈ પણ પ્રકારથી અત્યારે મરણજ આપણું શરણું છે. આ પરાભવ થાય ત્યારે કયે માની પુરૂષ જીવવાને સમર્થ થાય ? પરંતુ હજુ શત્રુઓને સાધવા માટે એક ઉપાય છે. આપણે આપણું કુળદેવતા મેઘકુમારને બેલાવીએ; કેમકે જેઓના ઉપાયમાત્ર ક્ષીણ થયા હોય, પુરૂષાર્થની સંપત્તિ ક્ષય પામી હોય અને જેઓ શત્રુઓથી દબાઈ ગયા હોય તેઓને કુળદેવતાનું જ શરણ છે.” આવો નિશ્ચય કરી તે સર્વે કિરાતલેકે ચક્રવર્તીના પ્રતાપથી તપ્ત થઈ જળમાં મગ્ન થવાને ઈચ્છતા હોય તેમ સિંધુના તીર ઉપર આવ્યા. ત્યાં સર્વસ્વ હારી ગયેલા ઘતકારની પેઠે તે સર્વે દીન અને દિશામાત્ર વસ્ત્રવાળા (નગ્ન) થઈ ચત્તા સુઈ ગયા. એ પ્રમાણે એકઠા થઈને મેઘકુમારને પ્રસન્ન વરવા માટે તેમણે અષ્ટમ તપ આચર્યું. દેવતાઓ તપ અને ભક્તિથી ગ્રાહ્ય છે. અષ્ટમ તપને અંતે મેઘકુમાર પ્રગટ થયા અને કહ્યું કે “વત્સ! બહીશે નહીં, તમારે શી પીડા છેતે કહે.” મ્લેચ્છ બોલ્યાકેઈ ચક્રવર્તી અને મારી નાખે છે. તેના ભયથી કાગડાની જેમ નાસીને અમે અહીં આવ્યા છીએ. હે ભગવંત મેઘકુમાર ! અમારી રક્ષા કરે; અમારા ત્રાતા તમેજ છે, કેમકે પાછી ગયેલી છીંકવાળાને પ્રાયઃ એક સૂર્યજ શરણરૂપ છે.” મેઘકુમારેએ કિરાતોને કહ્યું “આજે જ અમે તમારા શત્રુઓને જળમાં ડુબાવી દઈ શીતળ મૃત્યુથીજ મારી નાખીશું, પછી તે મેઘકુમારે જાણે પૃથ્વીને એકાર્ણવ કરવાને ધારતા હોય તેમ લેઢાના મુશલ જેવી જળધારાઓથી શાંતિનાથના સૈન્યમાં વર્ષવા લાગ્યા. જ્યારે પિતાની સર્વ છાવણી જળવડે વ્યાપ્ત જોવામાં આવી, ત્યારે એ પાંચમાં ચક્રવર્તીએ કરવડે ચર્મરત્નને સ્પર્શ કર્યો. તેથી પાણીમાં જેમ સેવાળ, જાળ અને ફીણને પિંડ વધે તેમ ચર્મરત્ન બાર જન સુધી વિસ્તાર પામ્યું. શ્રી શાંતિનાથની આજ્ઞાથી જાણે લાંગર નાંખેલું સ્થિર વહાણ હોય તેવા તે ચર્મરત્નની ઉપર બધું સિન્ય ચડી ગયું. પછી ચર્મરત્નની જેમ છત્રરત્નને કરથી સ્પર્શ કરી તેને સૈન્યની ઉપર બાર જન સુધી વિસ્તાર્યું. પુરૂષોમાં શિરોમણિ પ્રભુએ છત્રરત્નના દંડના મૂળમાં, ગોખમાં દીપકની જેમ અંધકારને નાશ કરવાને માટે મણિરત્ન સ્થાપિત કર્યું. પછી તેમાં રહી સર્વ સિન્ય પ્રાતઃકાળે વાવેલા અને મધ્યાન્હ પાકીને તૈયાર થયેલા શાલિ વિગેરે ખાવા લાગ્યું. એ ગૃહીરત્નને મહિમા છે. જેમ સમુદ્રમાં વહાણવટી રહે તેમ શાંતિનાથ ચકી સૈન્ય સાથે તે જળમાં સાત દિવસ રહ્યા. પછી પ્રભુના સેવકદેવતાઓ કેપ કરી શસ્ત્ર ધારણ કરીને મેઘકુમારને કહેવા લાગ્યા-“અરે મેઘકુમારે! તમે વિચાર્યા વગર આ શું આરંક્યું છે? હે અભાગીઆઓ! તમે આત્મશક્તિ કે પરશક્તિને જાણતા નથી. જેના શિખરે આકાશ સુધી ઉંચા છે એ સુવર્ણનો મેરૂગિરિ કયાં અને કૃત્તિકાના કે વેળુના બનેલા જાનું સુધી ઉંચા રાફડા કયાં? બધા જગતને પ્રકાશ કરનાર સૂર્ય કયાં અને ખજુઆના નાનાં બચ્ચાં કયાં? બળનું ધામ ગરૂડ કયાં અને સાર વગરના ટીડ કયાં? પૃથવી ધારણ કરનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy