________________
૨૮૦ ]
પ્રભુએ સિંધુદેવી વિગેરેને સાધવું [ પર્વ ૫ મું ચાલ્યું. શાંતિનાથજી તેના માર્ગને અનુસરી પછવાડે ચાલ્યા. સિંધુ દેવીના સ્થાનની નજીક દક્ષિણ સમુદ્રને તીરે પ્રભુએ ચલિત નગરના જેવી છાવણી નાંખી. પછી સિંધુદેવીને મનમાં ધારી ગીની જેમ તેનું આકર્ષણ કરવામાં તત્પર એવા પ્રભુ તેની સન્મુખ સિંહાસન પર બેઠા. અવધિજ્ઞાનથી પ્રભુને આવેલા જાણી સિંધુદેવી ભેટ લઈ ભક્તિથી તત્કાળ તેમની પાસે આવી. પછી શાંતિનાથને નમી અંજળી જેડીને બેલી–“હે સ્વામી ! આ દેશમાં સેનાનીની જેમ હું તમારી આજ્ઞાકારી થઈને રહેલી છું.” આ પ્રમાણે કહીને તે ભક્તિવડે નમ્ર દેવીએ રત્નસુવર્ણમય
નાનપીઠ અને કળશે તથા આભૂષણદિક પ્રભુને ભેટ કયાં. ત્યાંથી સેના સહિત ચક્રરત્નની પછવાડે ચક્રવતી ચાલ્યા. તે ઉત્તર પૂર્વ (ઈશાની દિશામાં ચાલતાં વિતાઢય પર્વતની સમીપની ભૂમિએ આવ્યા, ત્યાં વૈતાડ્યાદ્રિકુમાર નામના દેવે પ્રભુ પાસે આવી ભેટ આપી અને પોતે વશ થઈને રહ્યો. ત્યાંથી ચક્રના માર્ગને અનુસરી પ્રભુ તમિશ્રા ગુહાની નજીક આવ્યા, ત્યાં રહેલા કૃતમાળ દેવને તત્કાળ વશ કરી લીધું. ત્યાંથી શાંતિનાથની આજ્ઞાથી સેનાપતિએ ચર્મરત્નવડે સિંધુ નદી ઉતરી તેના દક્ષિણ નિકૂટને ક્ષણમાં સાધી લીધું. ત્યાંથી આવી સેનાપતિએ અમેઘ શક્તિવાળા દંડ રત્નથી પાટને તાડન કરી તમિશ્રા ગુફા ઉઘાડી. પછી પ્રૌઢ પરાક્રમવાળા પ્રભુએ ગજરતનપર ચઢી સિંહની જેમ તે ગુફામાં સિન્યસહિત પ્રવેશ કર્યો. વિશ્વસેનના કુમાર શાંતિનાથે ગુહામાં રહેલા અંધકારને છેદવા માટે ઉદયગિરિપર સૂર્યની જેમ ગજેંદ્રના દક્ષિણ કુંભ ઉપર મણિરત્ન સ્થાપિત કર્યું, અને હાથમાં કાંકણી રત્ન લઈ ગુહાની બંને બાજુ અનુક્રમે ઓગણપચાસ માંડળ આલેખતાં ચાલ્યા. આગળ ચાલતા ગુફાના મધ્યમાં આવેલી ઉન્મજ્ઞા અને નિમગ્ના નામની નદી ઉપર પ્રભુએ વાધેકિરત્ન પાસે એક પડ્યા (સેતુ) બંધાવી, તે સેતુથી શાંતિનાથ સન્ય સહિત તે દુસ્તર નદીઓ ઉતર્યા. ભુજપરાક્રમી પુરૂષોને સર્વ કાર્ય સરલ થાય છે. પ્રાત:કાળે સૂર્યના દર્શનથી કમળકેશની જેમ પ્રભુના દર્શનથી ગુહાનું ઉત્તર દ્વારા પિતાની મેળેજ ઉઘડી ગયું. તત્કાળ તે દ્વારથી પ્રભુ સૈન્યસહિત બહાર નીકળ્યા. પ્રવાહની જેમ મહાત્માઓને સર્વ ઠેકાણે અખલિત માર્ગજ હોય છે.
ગુફામાંથી ચક્રવતીને સૈન્ય સહિત નીકળેલા જોઈ ત્યાં રહેલા તે ઉપહાસ્યથી આ પ્રમાણે કહેવા લાગ્યા–“અરે જુઓ ! સિંહના યૂથથી ભરેલા અરણ્યમાં જેમ હાથી આવે તેમ આપણા દેશમાં અપ્રાર્થિત (મૃત્યુ)ને પ્રાર્થના આ કોણ આવ્યું છે? ધૂળીવડે ધુંસર અંગવાળા અને પિતાના આત્માને સુભટ માનનારા આ પદાતિજને ગધેડાની જેમ ઈચ્છા પ્રમાણે કુદી રહ્યા છે તે કોણ છે? કેટલાક વૃક્ષ પર વાનરે તેમ ચડે હાથીપર ચડી બેઠેલા, કેટલાક તરંગપર રહેલા વહાણની જેમ ઘેડા પર ચડેલા અને કેટલાક લુલા હોય તેમ રથ પર આરૂઢ થયેલા આ સર્વે કેણ છે? આ અંગારાની સગડી જે-તેઢાના ખંડ જેવું શું હશે? હા! આ બુદ્ધિ વગરના લોકેનું કેવું અવિચારિત કામ છે કે જેઓએ શિયાળની જેમ એકઠા
* આગળ ચાલતું ચક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org