________________
સર્ગ પ મ ] માગધપતિએ પિતાની સંપત્તિ વડે પ્રભુની કરેલ પૂજા [૨૭૯ ચાલ્યું. હજાર આરાની જેમ સહસ્ત્ર યક્ષેથી અધિષ્ઠિત એવા તે ચક્રની પછવાડે સૈન્યવડે ભૂતળને આચ્છાદન કરતાં શાંતિનાથ રાજા વેગથી ચાલ્યા. પ્રતિદિન એક એક જન ચાલી તે ચક્ર સ્થિર રહેતું, એટલે પ્રભુ ત્યાં બાર યે જન વિસ્તારવાળી છાવણી નાખીને મુકામ કરતા હતા. એવી રીતે દિવસે દિવસે ખેદ રહિત પ્રયાણ કરતા વિશ્વસેનના કુમાર પૂર્વ દિશાના મુખના મંડળરૂપ માગધ તીર્થ સમીપે આવ્યા. જેને મધ્ય ભાગ લબ્ધ થતો નથી એવા સમુદ્રની જે પિતાને કંધાવાર તેના કાંઠા ઉપર સ્થાપન કર્યો. પછી માગધ તીર્થની સન્મુખ વિજયેછુ એવા પ્રભુ નિર્વિકારણે ઉત્તમ સિંહાસન પર બેઠા. તે સમયે કાંઠાથી દ્વાદશ એજન ઉપર દૂર રહેલા માગધપતિનું સિંહાસન લુલા પગની જેમ કંપાયમાન થયું. માગધપતિ વિચારમાં પડ્યા કે “એવુંઅપૂર્વ શું થયું કે જેથી મારું દ્રઢ આસન ચલિત થયું? અથવા શું મારે ચવવાનો સમય આવ્યો કે કઈ મારી સમૃદ્ધિને નહીં સહન કરનારાએ મારા આસનને કંપાવ્યું?” આ પ્રમાણે સંદેહ ઉત્પન્ન થતા અવધિજ્ઞાન પ્રયુંજયું, એટલે ધર્મચક્રી અને ચક્રવત્ત શાંતિનાથ પ્રભુ ત્યાં આવેલા તેના જાણવામાં આવ્યા. તેથી માગધપતિએ વિચાર્યું કે “અહે! બાળકની જેમ મેં આવા અજ્ઞાન ભરેલા વિચાર કર્યા તેથી મને ધિક્કાર છે! આ સોળમા તીર્થંકર અને પાંચમા ચક્રવર્તી મારી ઉપર અનુકંપા લાવીને બેઠા છે. ત્રણ જગતની રક્ષા અને સંહાર કરવામાં જેમની ભુજા સમર્થ છે એવા તે પ્રભુની પાસે હું સૂર્ય પાસે ખદ્યોત જે છું. અમ્યુરેંદ્ર વિગેરે ઇકો જેની પદાતિની માફક સેવા કરે છે તે પ્રભુની હું કેવી રીતે ભક્તિ કરી શકીશ? તથાપિ અહીં આવેલા આ જગન્નાથની વાને બદલે તાંતણાથી ચંદ્રની જેમ હું મારી સંપત્તિવડે પૂજા કરૂં.” આવો મનમાં નિશ્ચય કરી મોટી ભેટ લઈ માગધપતિ શાંતિનાથની પાસે આવ્યા. પછી આકાશમાં રહી પ્રણામ કરીને તે બે-, હે નાથ! એક પતિ માત્ર એવા મારા ઉપર સારે ભાગ્યે તમે અનુગ્રહ કર્યો છે. હે સ્વામી! હું તમારે પૂર્વ દિશાને દિકપાળ આપની આજ્ઞાને ધારણ કરનાર છું; માટે દુર્ગપાળની જેમ અહર્નિશ મને આજ્ઞા કરજે.” આ પ્રમાણે કહી નમસ્કાર કરી તેણે શય્યાપાળની જેમ પ્રભુને ભક્તિથી દિવ્ય વસ્ત્રાલંકાર અર્પણ કર્યા. શાંતિનાથે પણ સત્કાર કરીને તે દેવને વિદાય કર્યો. ત્યાંથી ચક્રરત્ન દક્ષિણ દિશા તરફ ચાલ્યું, અગાધ ભુજપરાક્રમવાળા પ્રભુ ચક્રના માર્ગે અનુસરતા અપ્રતિરૂદ્ધ વેગે દક્ષિણ સમુદ્રના કિનારા પાસે આવ્યા. ત્યાં આક્ષેપ રહિતપણે વરદામ દેવને ઉદ્દેશોને સમુદ્રતીરે રત્નસિંહાસન ઉપર બેઠા. વરદામપતિ અવધિજ્ઞાને પ્રભુને આવેલા જાણી પિતાની રક્ષાના ઉપાયરૂપ ભેટ લઈ સામે આવ્યું. તેણે પ્રભુને નમી તેમની સેવા સ્વીકારી દિવ્ય અલંકારાદિ ભેટ આગળ ધરી. પ્રભુએ પ્રસન્નતાથી તેને બેલાવી વિદાય કર્યો. પછી ચક્રરત્ન ત્યાંથી પશ્ચિમ દિશા તરફ ચાલ્યું. શાંતિનાથજી તેની પછવાડે ચાલ્યા. અનુક્રમે નાગરવેલના વન સાથે સોપારીનાં વૃક્ષો જેમાં મળેલા છે એવા પશ્ચિમ સમુદ્રકાંઠે પ્રભુએ છાવણી નાખી. આસન ચલિત થતાં પ્રભાસપતિએ ત્યાં આવી શાંતિનાથ પ્રભુની સેવા કરી તેમના શાસનને અંગીકાર કર્યું. ત્યાંથી સિંધુદેવીને ઉદ્દેશી ચક્રરત્ન પશ્ચિમોત્તર (વાયવ્ય) દિશાને માગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org