________________
સર્ગ ૪ થે. ઝઝઝઝઝઝઝઝઝઝ આ જબૂદ્વીપના પૂર્વ મહાવિદેહમાં વિસ્તારવાળા પુષ્કાવતી વિજયને વિષે સીતા નદીને કાંઠે મધ્ય ખંડની વચ્ચે સરોવરમાં પુંડરીક કમળની જેમ લક્ષમીનું નિધાન પુંડરીકિશું નામે નગરી છે. તે નગરીમાં પૃથ્વીમાં રહેલે ઇંદ્ર હોય તે, શત્રુઓના મનોરથને ખંડન કરનાર ઘનરથ નામે મહારથી રાજા હતા. સમુદ્રને ગંગા અને સિંધુની જેમ તેને પ્રિયમતી અને મનોરમા નામે બે પત્નીઓ હતી. વાયુધનો જીવ રૈવેયકમાંથી વી મહાદેવી પ્રિયમતીના ઉદરમાં ઉત્પન્ન થયા. તે સમયે અવશેષ રાત્રીએ સ્વપ્નમાં વરસતે, ગાજતો અને વિદ્યતને પ્રકાશ મેઘ મુખમાં પ્રવેશ કરતા તેને જોવામાં આવ્યું. તેણે પ્રાતઃકાળે તે સ્વપ્નનું વૃત્તાંત રાજા પાસે કહ્યું. તે સાંભળી રાજાએ કહ્યું-“તમારે મેઘની પેઠે પૃથ્વીના સંતાપને હરનારો પુત્ર થશે.” સહસાધનો જીવ રૈવેયકમાંથી ચ્યવીને મહાદેવી મનોરમાની કુક્ષિમાં અવતર્યો. તે સમયે તેણે સ્વપ્નમાં સુવર્ણની ઘુઘરીઓવાળો, દવજાપતાકાથી શોભતો અને લોઢાની ચક્રધારાવાળે એક રથ મુખમાં પ્રવેશ કરતા જોયે. પ્રાતઃકાળે પતિને વૃત્તાંત જણાવતાં તેમણે કહ્યું કે-“હે દેવી! તમારે મહારથીઓમાં અગ્રેસર પુત્ર થશે, બને દેવીઓએ સમય આવતાં જાણે બીજી મૂર્તિને પ્રાપ્ત થયેલા સૂર્યચંદ્ર હોય તેવા બે કુમારને જન્મ આપે. પિતાએ શુભ દિવસે પ્રિયમતીના પુત્રનું સ્વપ્નને અનુસાર મેઘરથ એવું નામ પાડ્યું, અને મને રમાના પુત્રનું સ્વપ્નને અનુસાર દ્રરથ એવું નામ પાડયું. મેઘરથ અને દ્રઢરથ કુમાર દ્રઢ બ્રાતૃભાવ ધારણ કરતાં અનુક્રમે બલભદ્ર અને વાસુદેવની જેમ મોટા થવા લાગ્યા. થોડા કાળમાં તેઓ કામદેવનું રાજ્ય સ્થાન, કામિનીજનને કામગરૂપ અને રૂપના ઉત્કર્ષને પ્રગટ કરનાર યૌવનવયને પ્રાપ્ત થયા. એક વખતે સુમંદિરપુરના રાજા નિહતશત્રના પ્રધાને આવી પ્રણામ કરી ઘરથ રાજાને વિજ્ઞપ્તિ કરી કે-“હે પ્રભુ! ડોલરના પુષ્પ જેવી ઉજ્વળ અને તે તે ઉત્તમ ગુણેથી પ્રકાશિત તમારી કીર્તિ ચંદ્રપ્રભાની જેમ કાને હર્ષ આપતી નથી? અમારા રાજા નિહતશત્રુ અહીંથી દૂર રહેલા છે તે છતાં પણ તે તમારી સાથે નિર્મળ સૌહદુપણાને ધરાવે છે, અને હમણા તો ન સંબંધ બાંધવાવડે સાન્નિધ્યમાં આવી તમારી સાથે વિશેષ સ્નેહ કરવાને ઈચ્છે છે. તે નિહતશત્રુ રાજાને ત્રણ જગતની સ્ત્રીઓથી જુદી તેમના સ્વામીપણામાં રહી હોય તેવી ત્રણ કન્યાએ છે. તેમાંથી બે કન્યા મેઘરથને અને એક કન્યા દ્રઢરથને આપવાને ઈચ્છે છે, તેથી તેમ કરવાથી તમારા જેવાની સાથે તેનું પૂર્ણ સૌહંદુ થાઓ.” રાજા ઘનારથે મેઘની જેવા વિનિથી કહ્યું-“હે મંત્રી ! આ સંબંધવડે અમારા બનેને ઘાટો નેહ થાઓ. પ્રવાહથી B - 33
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org