SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬] વશ્વયુધ તથા સહસ્ત્રાયુધે પ્રાપ્ત કરેલ અહમિદ્રપદ [પર્વ ૫ ચું અને પગના દુસહ પાતથી તેમને મારવા લાગ્યા. પછી સપ થઈને તે મહર્ષિના પડખામાં શટના પાશની પેઠે દ્રઢ બંધે ભરડે દઈ લટકવા લાગ્યા. પછી રાક્ષસ થઈને પિતાની દાઢ જેવી તીક્ષણ કાતીથી તે મુનિને માટે ઉપદ્રવ કરવા લાગ્યા. એવી રીતે તેઓ મુનિને વિવિધ ઉપસર્ગો કરતા હતા તેવામાં ઇંદ્રની રંભા તિલોત્તમા વિગેરે અપ્સરાએ અને બીજી દેવાંગનાઓ અહંતને વાંદવા જતી હતી, તેમણે મુનિને ઉપસર્ગ કરતા તે બંને દેવતાઓને દીઠા, એટલે “અરે પાપીઓ! તમે આવા ઉત્તમ સુનિ ઉપર આ શું આરંહ્યું છે?” એમ કહેતી તેઓ વેગવડે આકાશમાથી નીચે ઉતરી. તેમને ઉતરતી જોતાં જ તે બંને દેવતાઓ ભ પામીને ત્યાંથી નાસી ગયા. “સૂર્ય પ્રકાશ થતાં ઘુવડ પરી કેટલીવાર ટકી શકે? પછી રંભાદિક દેવાંગનાઓએ ઇંદ્રની જેમ તે મુનિની આગળ ભક્તિથી નૃત્ય કરવા માંડયું. પછી દર્શનથી પિતાના આત્માને પવિત્ર થયેલે માની તે દેવીઓ પરિવાર સાથે મુનિને વાંદી પિતાપિતાને સ્થાનકે ગઈ. વાયુધ મુનિએ વાર્ષિકી પ્રતિમા પૂર્ણ કરી અનુપમ યમનિયમ ધારણ કરી ત્યાંથી પૃથ્વી પર વિહાર કર્યો. રાજા સહસ્ત્રાયુધ રાજણિવડે શેભિત થઈ વિવાહિત રાજપુત્રીની જેવી પ્રાપ્ત થયેલી રાજ્યલક્ષમીને ભેગવવા લાગ્યો. એક વખતે તે નગરીમાં મુનિગણુથી વીંટાયેલા પિહિતાશ્રવ નામે ગણધર મહારાજ સમવસર્યા, એટલે સહસ્ત્રાયુ ધે તેમની પાસે આવી ભક્તિવડે તેમને વંદના કરી અને કર્ણમાં અમૃતવૃષ્ટિ જેવી તેમની દેશના સાંભળી. તે દેશનાથી આ સંસારને ઇજાળની જે અસાર જાણી તેમણે પોતાના પુત્ર શતબલને રાજ્યપર બેસાડી પિહિતાશ્રવ ગણધરની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ગુરૂ પાસેથી વિવિધ શિક્ષા ગ્રહણ કરીને તેમણે પૃથ્વી પર વિહાર કરવા માંડયો. એક વખતે સહસ્ત્રાયુધ મુનિ વિહાર કરતાં કરતાં ચંદ્રને બુધ મળે તેમ વજાયુધ રાજર્ષિને અકસ્માત મળી ગયા પછી બંને પિતા પુત્ર સંયુક્તપણે સદા તપધ્યાનમાં તત્પર થઈ પરિષહને સહન કરી પિતાના શરીરની પણ અપેક્ષા છોડી દઈ ક્ષમારૂપ ધનને ધારણ કરી, પુર, ગ્રામ અને અરણ્ય વિગેરેમાં વિહાર કરતાં ઘણે કાળ એક દિવસની જેમ સુખે નિર્ગમન કરવા લાગ્યા. પ્રાંતે બંને મુનિઓએ ઈસાક્ષાર નામના ગિરિ ઉપર ચડી પાદપપગમ' નામે અનશન ગ્રહણ કર્યું. આયુષ્યને ક્ષય થતાં તે મહા મુનિવરોએ પરમ સમૃદ્ધિવાળા ત્રીજા શૈવેયકમાં અહમિંદ્રપણાનું અદ્ભુત પદ પ્રાપ્ત કર્યું, અને પચવીશ સાગરોપમની સ્થિતિ ત્યાં નિર્ગમન કરી. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये पंचमपर्वणि श्रीशांतिनाथदेवीयषष्टसप्तमभववर्णने। નામ તૃતીયઃ સ. / ૧. જેમણે આશ્રવ હાંકી દીધા છે એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy