SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪] કનકશક્તિનું વૃત્તાવ [પર્વ પ મું સુમંદિરપુરના રાજા મેરૂમાલીની માદેવી રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી કનકમાળા નામે રૂપલાવયવતી કન્યાની સાથે યથાવિધિ પર. શ્રીસાર નામના નગરમાં અજિતસેન નામે રાજા હતો. તેની પ્રિયસેના નામે રાણીના ઉદરથી વસંતસેના નામે એક પુત્રી થઈ હતી. તે કનકમાળાની પ્રિય સખી હતી. તેને પિતા અજિતસેન તેને માટે કોઈ ગ્ય વર શોધતું હતું, તેથી તેણે તે સવયંવર કન્યા કનકશક્તિની પાસે મોકલી, એટલે કનકશક્તિ તેને પણ યથાવિધિ પર. આ વિવાહથી વસંતસેનાની કુઈના પુત્રને મનમાં ઘણે ક્રોધ ઉત્પન્ન થયે. એક વખતે કનકશક્તિ ઉઘાનમાં ફરતા હતા, તેવામાં કુકડાની પેઠે ઉંચે ઉછળતે અને પડતે એક પુરૂષ તેના જેવામાં આવ્યો. કનકશક્તિએ તેને પૂછયુ-અરે ભાઈ! તમે પતંગની પેઠે આમ કેમ પડે છો અને ઉછળ છે? તે જે રહસ્ય ન હોય તે કહે.' તેણે કહ્યું-“તમારા જેવા મહાત્માઓની પાસે રહસ્ય કહેવામાં કાંઈ પણ હરકત નથી, કેમકે તે કહેવાથી ગુણ થાય છે; હું વિદ્યાધર છું. કેઈ કાર્યને માટે વૈતાઢય પર્વત ઉપરથી અન્યત્ર જતાં વચમાં આ ઉદ્યાનમાં હું આવી ચડ્યો. ઉદ્યાનની રમ્યતા જેવાને ક્ષણવાર રોકાયો. પછી અહીંથી ઉડવાને આકાશગામિની વિદ્યાનું મેં સમરણ કર્યું પણ તે વિદ્યાનું એક પદ હું ભૂલી ગયે છું; તેથી જેની પાંખે બાંધેલી હોય તેવા પક્ષીની જેમ ઉછળું છું અને પાછા પડી જાઉં છું.” કુમારે કહ્યું -હે મહાપુરૂષ! જે બીજાની પાસે તે વિદ્યા ભણાતી હોય તે ભણો.” તેણે કહ્યું- સામાન્ય પુરૂષોની આગળ તે વિદ્યા ભણાય નહીં; પણ તમારા જેવા મહાત્માને તે તે વિદ્યા આપી શકાય, તો ભણવામાં શી હરકત હોય?” પછી વિદ્યાધર તે એક પદ રહિત વિદ્યા ભણી ગયે; એટલે જેને પદાનુસારી બુદ્ધિ છે એવા કુમારે તે ચૂત પદ કહી આપ્યું. તેથી તત્કાળ જેને પૂર્ણ વિદ્યાશક્તિ પ્રગટ થઈ છે એવા વિદ્યારે તે વિદ્યા કુમારને આપી. વિવેકી જને કૃતજ્ઞજ હેાય છે. પછી વિદ્યાધર ત્યાંથી સ્વસ્થાનકે ગયે અને કુમાર કનકશક્તિ તે વિદ્યાનું યથાવિધિ સાધન કરી માટે વિદ્યાધર થશે. વસંતસેનાની કુઈને પુત્ર જ પ્રથમ રોષ ધરી રહ્યો હતો તે કનકશક્તિને કાંઈ પણ અપકાર કરવા સમર્થ થશે નહીં, તેથી લજજાવડે અન્નપાન છોડી મૃત્યુ પામી હિમચૂલ નામે દેવતા છે. કુમાર કનકશક્તિ, વસંતસેના અને કનકમાળા સાથે વિદ્યાશક્તિથી પવનની જેમ પૃથ્વી પર વેચ્છાએ ફરવા લાગ્યો. એકદા તે કનકશક્તિ હિમવંતગિરિપર જઈ ચઢયો. ત્યાં વિપુલમતિ નામે એક ચારણમુનિ તેના જેવામાં આવ્યા તપેલા સુવર્ણ જેવા અંગવાળા, કૃશ થઈ ગયેલા અને કામદેવને જીતનારા તેમજ જાણે મૂર્તિમાન તપતેજ હોય તેવા તે મુનિને કુમારે ભક્તિથી વંદના કરી. પછી મુનિ પાસેથી “ધર્મલાભ” રૂપ આશિષ મેળવીને બે દેવીઓ સાથે ત્યાં બેસી સંસારરૂપ દાવાનળમાં વર્ષાઋતુ જેવી ધર્મદેશના તેણે સાંભળી. અને 1. છાનું રાખવા જેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy