SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૩ ] પવનવેગ, તેની પુત્રી શાંતિમતી અને અછતને લીધેલ દીક્ષા [૨૫૩ વિદ્યાધર થયે છે. તેણે પૂર્વના સનેહથી આ શાંતિમતીને ઉપાડી હતી, માટે તેના પર કોપ કરીશ નહીં. તેની ઉપરને કેપ છોડી બંધુની પેઠે તેને ક્ષમા કર; કારણ કે જે અનંતાનુબંધી કષાય છે તે નરકને માટે જ થાય છે.” આવી રીતે વાયુધની વાણું સાંભળવાથી ત્રણે જણા વૈરમુક્ત થઈ, સંવેગ પામીને પરસ્પર ખમાવવા લાગ્યા. ફરીવાર વળી ચક્રવર્તી વજાયુધે કહ્યું કે “તમે ત્રણ જણ થડા કાળમાં ક્ષેમકર પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરશે. ત્યાં આ શાંતિમતી રત્નાવની તપ કરશે અને અનશનવડે મૃત્યુ પામીને ઈશાનંદ્ર થશે. તેજ વખતે હે પવનવેગ અને અજિતસેન ! તમને ઘાતકર્મના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થશે, તેથી તરતજ તમારા કેવળજ્ઞાનને મહિમા મોટા ઉત્સવથી તે ઈશાનંદ્ર આવીને કરશે અને પિતાના પૂર્વ જન્મના દેહની પૂજા કરશે. પછી કાળે કરી ઈશાન ઈંદ્ર ગ્યવી મનુષ્યપણું પ્રાપ્ત કરી કેવળજ્ઞાન ઉપજાવીને સિદ્ધિપદને પામશે.” આ પ્રમાણે ચક્રવતી વજાયુધનું ત્રિકાલવિષયી જ્ઞાન સાંભળી સર્વે સભાસદ વિકસિત નેત્રે વિસ્મય પામી ગયા. પછી રાજા પવનવેગ, તેની પુત્રી શાંતિમતી બને અજિતસેન વિધાધર વજાયુધને પ્રણામ કરીને આ પ્રમાણે છેલ્યા-હે જગત્પતિ! તમે અમારા પિતા, સ્વામી, ગુરૂ અને દેવ છે. કેમકે પરસ્પર પાપ કરવાને પ્રવતેલા અમને તમારા સિવાય બીજે કેણ રક્ષણકર્તા થાત? જે તમારાં વચનરૂપ નરકદ્વારની અગલા વચ્ચે આવી પડી ન હોત તે અમે પરસ્પર મૃત્યુ પામી આજેજ નરકમાં જાત; માટે હે સ્વામી! અમને આજે જ આજ્ઞા આપે, કે જેથી સંસારથી ભય પામેલા અમે હમણાજ શ્રીમંકર પ્રભુને શરણે જઈએ.” આ પ્રમાણેની તેમની વિજ્ઞતિ સાંભળી ચક્રવતીએ આજ્ઞા આપી, એટલે તરતજ તેઓએ ક્ષેમંકર પ્રભુની પાસે જઈને દીક્ષા લીધી. પછી તેમણે શાંત મન રાખીને વિનાશના ભયથી કૃક્ષ થયા હોય તેવા શરીરેથી ઉગ્ર તપસ્યા કરી. તેમાંથી શાંતિમતી મૃત્યુ પામી ઈશાન કલ્પમાં ઇંદ્ર થઈ અને બીજા બન્નેને તેજ સમયે કેવળજ્ઞાન ઉત્પન્ન ઉત્પન્ન થયું. ઈશાનંદ્ર આવી તેમના કેવળજ્ઞાનને મહિમા અને પિતાના દેહનું પૂજન કર્યું. ઈશાનંદ્ર ત્યાંથી ચાવી બીજા જન્મમાં સિદ્ધિ પામ્યા અને તેઓ બને આયુષ્ય પૂર્ણ થતાં તેજ ભવમાં મેક્ષે ગયા. વજય ચક્રી જયંત' સહિત ઇંદ્રની જેમ સહસ્ત્રાયુધ પુત્રની સાથે પૃથ્વીનું પાલન કરતા હતા. એવામાં એકદા સહસ્ત્રાયુધની પત્ની જયનાએ એક સમયે સ્વપ્નમાં કિરણોથી પ્રકાશમાન સુર્વણ શક્તિ જોઈ પ્રાતઃકાળે તેણે સ્વપ્નની વાર્તા પિતાના પતિને કહી, ત્યારે તેણે કહ્યું કે “હે દેવી! મટી શક્તિવાળો તારે પુત્ર થશે.” ત્યારથી તે દેવીએ દુર્વહ ગર્ભ ધારણ કર્યો. પછી સમય આવતાં પૃથ્વી જેમ ધાન્યને જન્મ આપે તેમ વેણે એક પુત્રરત્નને જન્મ આપે. જયનાદેવીએ જોયેલા સ્વપ્નને અનુસારે પિતાએ તે બાળકનું કનકશક્તિ એવું નામ પાડ્યું. અનુક્રમે જ્યારે તે બાલ્યવય ઉલ્લંઘન કરી યૌવનને પ્રાપ્ત થયે, ત્યારે ૧. લેકિક શાસ્ત્રમાં ઈકના પુત્રને જયંત કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy