________________
૨૨૬] શ્રીવિજયે અને અમિતતેજે ધર્મચેષ્ટામાં વ્યતીત કરેલ દીર્ઘકાળ. [ પર્વ ૫ મું ઇકાશનિના કુમાર અશનિ ઘણા રાજાઓની સાથે અચળસ્વામીની પાસે દીક્ષા લીધી. શ્રીવિજયની માતા સ્વયંપ્રભાએ પણ ત્યાં આવી અચળસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી બલભદ્ર મુનિને નમીને અમિતતેજ, શ્રી વિજય અને અશ્વઘાષાદિક પિતા પોતાને સ્થાનકે ગયા. -
અપાર લમીવાળા શ્રી વિજય અને અમિતતેજ શક્ર અને ઈશાન ઇદ્રની જેમ પુષ્કળ લક્ષ્મી વડે નિરંતર અહંના મંદિરમાં ઉત્કૃષ્ટ રીતે અઠ્ઠાઈ ઉત્સવદિ આચરતા એષણય, ક૯૫નીય અને પ્રાસુક પદાર્થનું સાધુઓને દાન આપી પિતાની સમૃદ્ધિને કૃતાર્થ કરતા, અનેક ચિંતારૂપ ગ્રીષ્મઋતુથી આ પ્રાણીઓની પૂર્વ દિશાના પવન અને મેઘની જેમ સર્વ પીડાને હરતા, વળી સારી બુદ્ધિવાળા તેઓ રાતદિવસ આત્મગોષ્ઠીમાં રહેતા, ગુરૂની પાસેથી શાસ્ત્રના રહસ્યને ભાવથી સાંભળતા, બહીતે માણસ છાયાને પણ તજે તેમ કુતીથીની ગોષ્ઠીને છેડી દેતા, કુપથ્યની જેમ અખિલ ભસનેને ત્યાગ કરતા, કેઈવાર ક્ષણ માત્ર વિષયસુખ અનુભવતા, યોગ્ય અવસરે રાજ્યની પાપ રહિત એવી ચિંતાને ચિંતવતા અને પિતાપિતાના નગરમાં પણ એક મનવાળા થઈને રહેતા તેઓ કાળ નિર્ગમન કરવા લાગ્યા.
એકદા ચિત્ય પાસે આવેલા પૌષધાગારમાં પિસહ ગ્રહણ કરીને વિદ્યાધરોને અહંત ધર્મ કહેતા હતા, તે સમયે શ્રી જિનબિંબને વાંદવાની ઈચ્છાએ જાણે ધર્મની બે ભુજા હોય તેવા બે ચારણ મુનિ તે ચિત્યમાં ઉતર્યા. તેમને આકાશમાંથી ઊતરતાં જોઈને અમિતતેજ ઉભે થયે અને ઈષ્ટના દર્શનથી હર્ષ પામીને તેમને વંદના કરી. બંને મુનિઓએ જિનંદ્રને ત્રણ પ્રદક્ષિણા કરી વંદના કરી, પછી અમિતતેજને કહ્યું-“મરૂસ્થળમાં જળની જેમ આ સંસારમાં માનુષ્યત્વ અતિ દુર્લભ છે, તે પ્રાપ્ત થાય તે કદિપણ તેને વ્યર્થ રીતે ગુમાવવું નહીં અને શ્રી જૈન ધર્મના આરાધનમાં જરાપણુ પ્રમાદ કરવો નહીં. કેમકે તે ધર્મ વિના ઊત્તરોત્તર મને રથને પૂરનાર બીજું કોઈ નથી.” આ પ્રમાણે કહી વિશ્વને ઈષ્ટ દર્શનવાળા તે બંને ચારણ મુનિ વર્ષાકાળના મેઘની જેમ આકાશમાર્ગે ચાલ્યા ગયા. ત્યાર પછી શ્રી વિજય અને અમિતતેજ પ્રતિવર્ષે શ્રી અહંતના ચામાં ત્રણ મહત્નો કરવા લાગ્યા. તેમાં ચિત્ર અને આશ્વિન માસની બે અઠાઈઓના ઉત્સવ દેવતાઓ નંદીશ્વર દ્વીપે જઈને કરે છે અને બીજાઓ પિતપતાના ચૈત્યમાં કરે છે, તે પ્રમાણે ચૈત્ર અને આશ્વિન માસમાં પોતપોતાના ચિત્યમાં કરતા હતા અને ત્રીજો અશાશ્વત (અનિયમિત વખતને) ઉત્સવ સીમાદ્રિ ઉપર જઈને શ્રી ઋષભનાથના ચિત્યમાં બળદેવની જ્ઞાનભૂમિને સ્થાનકે કરતા હતા.
એક વખતે રાજા અમિતતેજ મેરૂપર સૂર્યની જેમ પિતાના મહેલપર પ્રધાનમંડળના પરિવાર સાથે બેઠા હતા તેવામાં કાદવ અને જળ સુકાઈ ગયાં હોય એવા ગ્રીષ્મઋતુના સરોવરની જેમ તપથી જેનાં માંસ તથા રૂધિર સુકાઈ ગયાં હતાં. ઉઢેળ સાગરની જેમ જેના શરીરપર નસેનું જાળ દેખાતું હતું. છ વાંસની જેમ જેના શરીરના સાંધાઓ કડકડ બેલતા હતા, પ્રગટ કરેલ પશુની જેવું જેમનું ઉદર દુર્બળ અને ભીષણ દેખાતું હતું, તેમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org