SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૭ મે ] અકુલમતિએ કહેલ સનત્કુમારનુ' વૃત્તાંત [ ૧૯૫ તે તુ' કેટલેક દૂર જઈશ ?' આ પ્રમાણે કહી તિરસ્કાર પૂર્વક તેણે એક લાકડી ફેકે તેમ એક વૃક્ષ ઉખેડીને તમારા મિત્રની ઉપર ફેકયું. વૃક્ષને આવતું જોઈ તમારા મિત્રે હાથી જેમ ધમણુને ઉછાળે તમ હાથના પ્રહારવડે તેને દૂર ફેંકી દીધુ. પછી ક્રોધ પામેલા તે યક્ષે જાણે અકાળે કલ્પાંત કાળ થતા હૈાય તેમ રજ ઉડાડીને સવ જગતને અંધકારમય કરી દીધું અને ધુમાડાના જેવા ધૂમ્રવણી તેમજ ભય'કર આકૃતિને ધારણ કરનારા હોવાથી જાણે અધકારના સહેાદર ડાય તેવા કેટલાએક પિશાચા વિકર્યાં. જાણે જ ગમ ચિતાગ્નિ હોય તેમ જવાળાએથી વિકરાળ મુખવાળા, પડતા વાના બિન જેવા અટ્ટહાસ કરતા, પિડાકાર કેસવાળા, દાવાનલ સહિત પર્યંત હોય તેવા પીળાં નેત્રવાળા, જેના કેાટરમાં સ` રહ્યા હોય તેવા જાણે વૃક્ષેા હૈય તેમ લાંખી જિહ્વાએને ધરનારા અને તીક્ષ્ણ વાંકી તથા મેાટી દાઢાથી જાણે મુખમાં કાતીને ધારણ કરી હોય તેવા તે પિશાચે મક્ષિકાએ જેમ મધ ઉપર દોડે તેમ આ પુત્ર ઉપર ઢાડવા,નટની જેમ શરીરથી અનેક પ્રકારની આકૃતિએ ખતાવી તેએ તેમની આગળ આવી ફરવા લાગ્યા; તથાપિ તમારા મિત્ર તેએને જોઈને જરા પણ ભય પામ્યા નહી, એ મલવાન્ આ પુત્ર જયારે એવા પિશાચેાથી ભય પામ્યા નહી, ત્યારે તે યક્ષે અકાળે કાળપાશ જેવા નાગપાશથી તેમને ખાંધી લીધા, પણ તત્કાળ ઊન્મત્ત હાથી જેમ પેાતાના હસ્ત (સું) થી વલીઓને તેડે તેમ આ પુત્રે તે સવ નાગપાશ તેડી નાખ્યાં. પછી વિલખા થયેલે યક્ષ, સિહુ જેમ પુછવડે પવતના શિખરપર પ્રહાર કરે, તેમ પેાતાના હાથવડે પ્રહાર કરી કરીને આયપુત્રને મારવા લાગ્યેા. તે વખતે ક્રોધ પામેલા મહાવત જેમ હાથીને લેાઢાના ગેળા મારું તેમ આ પુત્રે વજ્ર જેવી મુષ્ટિવઠે તેની ઉપર પ્રહાર કર્યાં. પછી પર્યંત ઉપર વિદ્યુત્વડે મેઘની જેમ યક્ષે લેાઢાના મેટા મુદ્નગરથી આ પુત્રપર પ્રહાર કર્યાં. એટલે તેમણે ચંદન વક્ષને ઉન્મૂલીને તે વડે યક્ષપર પ્રહાર કર્યાં. જેથી સુકાઈ ગયેલા વૃક્ષની જેમ તે યક્ષ પૃથ્વીપર પડ ગયા. થેાડીવારે બેઠા થઈ યક્ષે ક્રોધથી એક શિલાની માફક પતને ઉપાડીને આ પુત્રની ઉપર નાખ્યા, તે ગિરિના પ્રહારથી તમારા મિત્ર ક્ષણવાર સાયંકાલે દ્રનું જળ જેમ નિશ્ચલ રહે તેમ નેત્રકમળને મીચી નિશ્ચેતન થઈ ગયા. ઘેાડીવાર પછી સંજ્ઞા મેળવી મેઘને જેમ મહાવાયુ વિખેરી નાખે તેમ તે પર્યંતને દૂર કરી નાખીને 'પુત્ર પેાતાના બાહુથી યુદ્ધ કરવા પ્રવાઁ. પછી દંડવડે યમરાજની જેમ તમારા મિત્રે ભુજાદંડથી તેની ઉપર પ્રહાર કરીને તેના કણ કણ જેવા કકડા કરી નાખ્યા, તથાપિ અમરપણાને લીધે તે યક્ષ મૃત્યુ પામ્યા નહીં, પરંતુ મારવાને ઇચ્છતા ડુક્કરની જેમ મહા આકરી ચીસ પાડીને તે અસિતાક્ષ યક્ષ ત્યાંધી વાયુવેગે નાસી ગયા. તે વખતે રણુકૌતુકને જોનારી દેવી અને વિદ્યાધરાની સ્રીએ.એ ષાતુઓની લક્ષ્મીની જેવી તમારા મિત્ર ઉપર પુષ્પવૃષ્ટિ કરી. પછી વીર હૃદયવાળા તે આ પુત્ર દિવસના અપરાનાકાળે ત્યાંથી ચાલી ઉન્મત્ત હસ્તીની જેમ ખાહ્ય ભૂમિમાં આવ્યા. ત્યાં કામદેવને જીવાડવાના ઔષધ જેવા તમારા મિત્રને આ ખેચર કન્યાએ જે નંદનવનમાંથી ત્યાં આવેલી હતી તેમણે દીઠા. તેએ તમારા મિત્રને જોઇને મનાતુર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy