SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ] અને મિત્ર વચ્ચે થયેલ વાતચિત [ પ ૪ થું ગે।પવવા ચેગ્ય ન હાય તે પ્રસન્ન થઈ ને કહેવાને ચેાગ્ય છે.” આવાં તેનાં વચન સાંભળી સનત્કુમારે ચિત્તમાં વિચાર કર્યા કે “ આ આત્મ સમાન મિત્રથી ગે।પવી રાખવા ચેાગ્ય કાંઈ પણ નથી, પરંતુ જો કેઈ ખીજે પણ પેાતાનું વૃત્તાંત કહે તે! તેથી પણ મહાત્માએ લજ્જા પામે છે, તે મારૂ' વૃત્તાન્ત સ્વમુખે શીરીતે કહું ? માટે ખીજા પાસે કહેવરાવુ` ' આવી રીતે નિશ્ચય કરી તે અશ્વસેનના કુમારે પેાતાના વામ પડખે રહેલી પ્રિયાને એવી આજ્ઞા કરી કે “ વિદ્યાથી મારા વૃત્તાન્ત જાણનારી હે પ્રિયા બકુલમતિ! આ મારા મિત્ર મડ઼ેંદ્રસિ ંહને મારી કથા કહી સ`ભળાવેા, કેમકે અત્યારે મારાં નેત્રકમળમાં નિદ્રા આવે છે.” આ પ્રમાણે કહી સનત્કુમાર સુવાની ઇચ્છા દેખાડીને અંદર ગયા. હવે બકુલમતિ વિદ્યાધરી મહેદ્રસિંહને કહે છે-“હે રાજા! તમેા સૌના જોતજોતામાં તે અશ્વે તમારા મિત્રનું હરણ કર્યાં પછી વેગવડે દોડતા તેણે યમરાજના રહસ્ય ક્રીડાસ્થાન જેવી એક મેટી અને ભયંકર અટવીમાં પ્રવેશ કર્યાં. ખીજે દિવસે પણ પંચય ધારાથી તે અશ્વ ચાલવા લાગ્યા. પરંતુ પછી મધ્યાહ્નકાળ થયેા ત્યારે ક્ષુધા અને પિપાસાથી પીડિત થઈ ને જિહ્વા કાઢને તે ઉભા રહ્યો; એટલે શ્વાસથી જેના કંઠ પૂરાઈ ગયા છે અને જેના ચરણુ અકડાઈ ગયા છે એવા તે અશ્વ ઉપરથી, પડતી દીવાલ પરથી ઉતરી પડે તેમ તમારા મિત્ર ઉતરી પડડ્યા. પછી અશ્વના ઉદર ઉપરથી બંધન અને લાંબા પટ્ટો છેડીને તેના પલાણુ અને લગામ ઉતારી લીધા. તેજ વખતે તે અશ્વ ગતિ પૂર્ણ થવાથી પૃથ્વી ઉપર પડી ગયા અને જાણે પડવાના ભયથી ડેાય તેમ તત્કાળ તેના પ્રાણ નીકળી ગયા. પછી આ પુત્ર જળપાન કરવાની ઈચ્છાથી આમ તેમ જળ શેાધવાને માટે તે ભૂમિમાં ક્રવા લાગ્યા. તથાપિ મરૂભૂમિની જેમ કાંઈ પણ જળ તેમના જોવામાં આવ્યુ નહી. અંગની સુકુમારતાથી, અત્યંત ક્રૂર આવવાના શ્રમથી અને અટવીના દાવાનળના દાહથી તમારા મિત્ર ઘણા આકુલવ્યાકુલ થઈ ગયા. તેથી નજીક રહેલા સપ્તપણુ વૃક્ષની નીચે જઈને બેઠા, તેવાજ નેત્ર મી'ચીને પૃથ્વીપર પડ્યા. તે વખતે પુણ્યાગે તે વનના અધિષ્ઠાયક યક્ષે આવીને અમૃતની જેવા શીતળ જળવડે તેના સવ અંગ ઉપર સિ ંચન કર્યું. તેનાથી સ ંજ્ઞા પ્રાપ્ત કરીને બેઠા થયા પછી તે દેવતાના આપેલા જળનું તેમણે પાન કર્યુ” પછી તમારા મિત્રે ધીમેથી તેને પૂછ્યું તમેા કાણુ છે ? અને આ જળ ક્યાંથી લાવ્યા છે ?’ યક્ષે કહ્યું-‘હું અહીં વસનારા યક્ષ છુ' અને આ જળ તમારે માટે માનસ સરેાવરમાંથી લાગ્યે છું, ફરી આ પુત્ર મેલ્યા- મારા અગમાં એટલા બધા સ'તાપ થાય છે કે તે માનસ સરાવરમાં નાહ્યા વગર શાંત થશે નહી’.' ‘તમારી તે ઈચ્છા હું પૂર્ણ કરીશ ’એમ કહીને તે યક્ષરાજ તમારા મિત્રને કદલી વૃક્ષના સંપુટમાં ખેસારી માનસ સરેશવરે લઈ ગયા. ત્યાં મહાવત જેમ હાથીને સ્નાન કરાવે તેમ શીતળ અને નિલ જલવડે તેણે આ પુત્રને સ્નાન કરાવ્યું. એટલે નિપુણુ પગચંપી કરનાર પુરૂષની જેમ સવ અંગે સુખ-સ્પર્શવાળા એ જલથી તેમને શ્રમ દૂર થઈ ગયા. તે વખતે તમારા મિત્રના પૂ જન્મને શત્રુ અસિતાક્ષ નામે યક્ષ તમારા મિત્રને હણવાને માટે નવીન યમરાજ આવે તેમ ત્યાં આવ્યા. ‘અરે! ઉભા રહે, ભુખ્યા સિંહુ જેમ હાથીને જુએ તેમ મેં તને ઘણે કાળે જોયા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy