SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ પ મ ] પ્રભુની દેશના [ ૧૭૯ “જતા માનરૂપી વૃક્ષને મૃદુતારૂપ નદીના પૂરથી ઉખેડી નાખવું. ઉદ્ધતપણને નિષેધ એ મૃદુતાનું અથવા ભાવનું સ્વરૂપ છે અને ઉદ્ધતપણું એ માનનું નિરૂપાયિક સ્વરૂપ છે. જે જે વખતે જાતિ વિગેરેનું ઉદ્ધત પાણું અંતરમાં સ્પર્શ કરવા લાગે, તે તે વખતે તેના પ્રતિકારને માટે મૃદુતાને આશ્રય કરે. સર્વ ઠેકાણે મૃદુતા રાખવી, તેમાં પણ “પૂજ્યવર્ગમાં વિશેષે રાખવી, કારણકે પૂજ્યની પૂજાવડે પાપથી મુક્ત થવાય છે. બાહુબાળી “માનવડે લતાની જેમ પાપથી બંધાયા હતા, અને મૃદુતાવડે તત્કાળ તેનાથી મુક્ત થઈને “કેવળજ્ઞાન પામ્યા હતા. ચક્રવતી પણ ચારિત્ર લઈને સંગ રહિત થઈ શત્રુઓના ઘરમાં પણ “ભિક્ષા માગવા જાય છે. અહા! તે માનના ઉછેદને માટે કેવી કઠણ મૃદુતા ! ચક્રવર્તી જેવા “મહારાજા પણ તત્કાળ દીક્ષા લીધેલા એક રંક સાધુને પણ માન છોડી નમે છે અને “ચિરકાળ તેની સેવા કરે છે. આ પ્રમાણે સર્વ માનનો વિષય જાણી બુદ્ધિમાન પુરૂષે તેને “નિરાસ કરવાને હમેશાં મૃદુતાને ધારણ કરવી. “હવે માયાનું સ્વરૂપ કહે છે. અસત્યની માતા, શીલરૂપ વૃક્ષને કાપવાની ફરસી અને અવિદ્યાની જન્મભૂમિ જે માયા તે દુર્ગતિનું કારણ છે. કુટિલપણામાં ચતુર અને માયાવડે બગલાની જેવી વૃત્તિવાળા પાપી પુરૂષે જગને વંચતા પિતાના આત્માને જ વંચે છે. “રાજાએ ખેટા પગુણના ચોગથી છળ અને વિશ્વાસઘાતવડે અર્થભને માટે સર્વ જગ“તને છેતરે છે. બ્રાહ્મણે તિલક, મુદ્રા, મંત્ર અને દીનત્વ બતાવી અંતરમાં શૂન્ય અને બહાર સારવાળા થઈ લેકેને ઠગે છે માયાના ભાજન વણિક લેકે બેટા તેલા અને માનમાપથી “તથા દાણચારી વિગેરેથી ભેળા લેકેને વંચે છે પાખંડીઓ અને નાસ્તિકે જટા, મજી, “શિખા, ભસ્મ, વલ્કલ અને અગ્નિ વિગેરે ધારણ કરીને શ્રદ્ધાવાળા મુગ્ધજનને ઠગે છે. વેશ્યાએ “અરાગી છતાં હાવભાવ, લીલા, ગતિ અને કટાક્ષવડે કામીજનોનું મનોરંજન કરતી સર્વ જગતને ઠગે છે. ધુતકારો તથા દુખે પેટ ભરવામાં તત્પર લોકે બેટા સેગનથી અને બેટા “નાણાથી ધનવાનને વંચે છે. સ્ત્રી પુરૂષ, પિતાપુત્ર, સહદર, સુહદજન, સ્વામી સેવક અને બીજા “સર્વે એકબીજાને માયાવડે ઠગનારા હોય છે. બંદીલકો અને ચારક અર્થમાં લુખ્ય અને “નિર્દય બની અહર્નિશ જાગરૂક રહી પ્રમાદી જનને છળે છે. કારીગર, અંત્યજ અને કઈ પણ જાતનું કામ કરીને આજીવિકા ચલાવનારા પુરૂષો માયાથી ખેટા સેગને ખાઈ ને સાધુ“જનને વંચે છે. વ્યંતરાદિકની નઠારી ચોનિમાં રહેલા કૂદે ઘણા પ્રકારના છળ કરીને પ્રાય “પ્રમાદી મનુને તથા પશુઓને પીડે છે.મસ્યાદિક જળચરે છળ કરીને પિતાનાં બચ્ચાં“એનું જ ભક્ષણ કરે છે, અને તેઓને પણ ધીવર લેકે માયાવડે જાળમાં બાંધે છે અને “હણે છે. વિવિધ પ્રકારના ઉપાયો કરીને વંચનમાં પ્રવિણ એવા શીકારીઓ પણ કપટથીજ “સ્થળચારી પ્રાણીઓને બાંધે છે અને મારે છે. માંસના ગ્રાસને ઈચ્છનારા પાપી પ્રાણીઓ “લાવક વિગેરે અનેક જાતના બીચારા આકાશચારી પ્રાણીઓને અનેક પ્રકારની માયાવડે “બાંધી લે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy