SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૫] નિશુંભ-સુદર્શન-પુરૂષસિંહને જન્મ [૧૬૯ રામય પીઠ કરાવી. શરીરમાં પણ અપેક્ષા રહિત એવા જગત્પતિ પવનની જેમ અખલિતપણે ત્યાંથી પૃથ્વી પર વિહાર કરવાને પ્રવર્યા. જંબુદ્વીપના અપર (પશ્ચિમ) વિદેહક્ષેત્રને વિષે અશોકાનગરીમાં પુરૂષવૃષભ નામે રાજા હતા. તે તત્વજ્ઞાની અને સાત્વિક રાજાએ સંસારથી વિરક્ત થઈ પ્રજાપાલક મુનિની પાસે દીક્ષા લીધી. દુસ્તપ તપને તપતા એ રાજમુનિ આયુષ્ય પૂર્ણ થયે કાળધર્મ પ્રાપ્ત થતાં મૃત્યુ પામી, સહસ્ત્રાર દેવકમાં અઢાર સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. તે દેવના આયુષ્યના સળ સાગરોપમ ગયા પછી પિતનપુર નામના નગરમાં વિકટ નામે એક રાજા થયો. હાથી હાથીને જીતી લે, તેમ કઈ રાજસિંહ નામના રાજાએ પોતાના પરાક્રમવડે તેને રણભૂમિમાં જીતી લીધો. તે પરાજયથી લજજા પામેલા વિકટરાજાએ પોતાના પુત્રને રાજ્ય આપી અતિભુતિ નામના મુનિને ચરણે જઈ વ્રત ગ્રહણ કર્યું. પછી તીવ્ર તપસ્યા કરીને પ્રાંતે તેણે એવું નિયાણું બાંધ્યું કે “આ તપના મહિમાથી હું ભવાંતરમાં રાજસિંહને ઉછેદ કરનાર થાઉં.” આ પ્રમાણે નિયાણું કરી કાળગે મૃત્યુ પામીને તે બીજા દેવલેકમાં બે સાગરેપમના આયુષ્યવાળે દેવતા છે. 'રાજા રાજસિંહ ચિરકાળ સંસારમાં ભમી આ ભરતક્ષેત્રમાં હરિપુર નામના નગરમાં નિશુંભ નામે રાજા થયે. પિસ્તાળીશ ધનુષ્ય ઉંચી કાયાવાળ, દશલાખ વર્ષના આયુષ્યવાળે અને ઉગ્રશાસન પ્રવર્તાવનાર કૃષ્ણવણી તે એક લીલામાત્રમાં દક્ષિણ ભરતાદ્ધને સાધી લઈને પાંચ અદ્ધચકી (પ્રતિવાસુદેવ) કહેવાયે. તે અવસરે ભરતખંડના અશ્વપુર નામે નગરમાં કલ્યાણના એક સ્થાનરૂપ શિવ નામે રાજ થયે. તેને વિજયા અને અંમકા નામે જાણે મૂત્તિમાન કીતિ અને લક્ષ્મી હોય તેવી બે પ્રિય પત્નીઓ હતી. તેમાંની વિજય રાણીની કુક્ષિમાં પુરૂષવૃષભનો જીવ સહસ્ત્રાર, દેવલેકમાંથી વી ચાર સ્વપ્નવડે બલભદ્રના જન્મને સૂચવતો આવીને ઉત્પન્ન થયો. ગર્ભકાળ પૂર્ણ થતાં વિજયાદેવીએ જાણે શરીરધારી પિતાના પતિને ઉજવળ યશસમૂહ હોય તેવા પુત્રને જન્મ આપ્યું. શિવરાજાએ શુભદિવસે મોટા ઉત્સવવડે સારા દર્શનને લીધે પુત્રનું સુદર્શન એવું બતર પાડયું. વિકટને જીવ બીજા દેવલોકમાંથી ચ્યવી સાત સ્વપ્નવડે વાસુદેવના જન્મને સૂચવતે અંમકાના ઉદરમાં ઉત્પન્ન થયે. ગર્ભસમય પૂર્ણ થતાં સરિતા જેમ નીલ કમળને જન્મ આપે, તેમ ઇંદ્રનીલમણિ જેવા નીલવણું પૂર્ણ લક્ષણવાળા પુત્રને તેણે જન્મ આપ્યો. આ કુમાર અતિશય પરાક્રમ પુરૂષમાં સિંહરૂપ થશે એવું ધારીને રાજાએ તેનું પુરૂષસિંહ નામ પાડયું. ધાત્રીજનેએ લાલનપાલન કરેલા તાડ અને ગરૂડના ચિન્હવાળા એ બંને કુમારે પરસ્પર ક્રીડા કરતા અને નીલા તથા પીળા વસ્ત્રને ધારણ કરતા વૃદ્ધિ પામવા લાગ્યા. પોતાની B - 22 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy