________________
[૧૬૭
સગ પ મ ]
ધર્મનાથ પ્રભુને જન્મ હેય તેવી દેખાતી હતી. ત્યાં આવેલાં મોટાં મંદિરની ખીતીઓના કંઠમાં વપૂજનેએ લટકાવેલા હાર કંઠાભરણનું પૂર્ણ રૂપ પામતા હતા. ઉદ્યાનવાધિકાઓથી હેમંત, હવેલીઓના રસડાથી ગ્રીષ્મ અને ગજોના મદથી વર્ષ-એમ ત્રણે ઋતુએને કાળ ત્યાં એક સાથે જ પ્રવર્તતે હતે.
તે નગરમાં તેજવડે સૂર્ય સમાન, શત્રુરૂપ તૃણપુંજમાં અગ્નિ સમાન અને નિર્મળ ગુથી નિરંતર પ્રકાશને ભાન નામે રાજા હતે. સમુદ્રના તરંગની જેમ તેના ગુણનું પ્રમાણ કરવાને બૃહસ્પતિ પણ સમર્થ નહતા. તે એકજ રાજાએ જેને કર ગ્રહણ કરે છે એવી ભૂમિ કુલવતી અને શીલવતી લલનાની જેમ બીજા પતિને પ્રાપ્ત થતી નહતી. એ રાજાએ સ્વભાવથી ચપલ એવી લક્ષમીને પિતાના દઢ ગુણે (પક્ષે દેરી)થી બાંધીને હાથિણીની જેમ પિતાના ભુજસ્તંભમાં સ્થિર કરી હતી. સૂર્યની જેમ પ્રૌઢ પ્રતાપવાળા એ રાજાએ દીપકની જેવા શત્રુરાજાઓના તેજને હરી લીધા હતા. અન્ય રાજાઓને વિજય કરવા માટે તેને લલાટ ઉપર ભ્રકુટી પણ ચડાવવી પડતી નહીં, તે પછી ધનુષ્ય ઉપર પણ ચડાવવાની તો વાત જ શી કરવી!
તે રાજાને ચરણકમળની ઉપાસના કરવામાં ભ્રમરી જેવી અને લોકોત્તર પતિવ્રતવાળી સુત્રતા નામે એક રાણી હતી. તેની પાસેથીજ કોકીલાઓ મધુર આલાપ, હંસલી ગતિચાતુર્ય અને મૃગલીઓ દષ્ટિવિલાસ શીખેલી હતી. લજજા તેની સહચરી હતી, શીલલમી તેને શોભાવનારી હતી અને કુલીનતા તેની કાંચળી હતી. એ પ્રમાણે તેને સ્વાભાવિક પરિવાર હતે. પતિભક્તિરૂપ તેને ચગ્ય અલંકાર હતા, તે સિવાય હાર વિગેરે બીજા અલંકારે તે ઉલટા તેનાથી અલંકૃત હતા, અર્થાત તેના અંગસંગવડેજ શોભતા હતા.
હવે વૈજયંત નામના બીજા અનુત્તર વિમાનમાં રહેલા દઢરથ રાજાના જીવે પરમ સુખમાં મગ્ન થઈ ત્યાં પિતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ત્યાંથીચ્યવી ને વૈશાખ માસની શુકલ સપ્તમીને દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર આવતાં તે જીવ સુવ્રતા રાણીના ઉદરમાં અવતર્યો. તે વખતે સુત્રતાએ તીર્થંકરના જન્મને સૂચવનારાં ગજ વિગેરે ચૌદ મહા સ્વપ્ન જોયાં. અનુક્રમે પૂર્ણ સમયે માઘ માસની શુકલ તૃતીયાને દિવસે પુષ્ય નક્ષત્રમાં વજીના લાંછન (ચન્હ)વાળા સુવર્ણવણું પુત્રને દેવીએ જન્મ આપ્યું. તરતજ ભેગંકરા વિગેરે છપ્પન દિકકુમારીએાએ આવીને પ્રભુ અને પ્રભુની માતાનું સૂતિકાકર્મ કર્યું. તે જ વખતે સૌધર્મેદ્ર પણ પાલક વિમાનમાં બેસીને ત્યાં આવ્યા, અને પ્રભુને લઈને મેરૂપર્વત ઉપર ગયા. ત્યાં અતિપાંડુકબલા નામે શિલાની ઉપર રત્નમય સિંહાસનમાં પ્રભુને પિતાના ઉસંગે લઈને ઇંદ્ર બેઠા. અશ્રુત વિગેરે ત્રેસઠ ઇકોએ પવિત્ર તીર્થ જળથી વિધિપૂર્વક પ્રભુને સ્નાત્ર કરાવ્યું. પછી ઈશાન ઇંદ્રના મેળામાં પ્રભુને બેસાડીને સૌધર્મેન્દ્ર સ્નાત્ર કર્યું અને વિલેપન વિગેરેથી પૂજા કરીને નીચે પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
“પરમ ધ્યાન કરવા યોગ્ય સ્વરૂપવાળા અને પરમ ધ્યાન કરનારા એવા પંદરમા તીર્થ૧ કર એટલે સ્ત્રીપક્ષે હાથ અને પૃથ્વીપક્ષે કર એટલે રાજાને ગ્રાહ્ય ભાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org