________________
[૧૬૩
સગ ૪ ]
અનંતનાથ પ્રભુની દેશનાં “ક્ષપક શ્રેણી પર આરૂઢ થાય છે, તેમજ એ ગુણઠાણામાં પ્રવેશ થયેલા મુનિઓના પરસ્પર “બાદર કષાયોના પરિણામ નિવૃત્તિ પામે છે, તેથી તેનું નિવૃત્તિ બાદર એવું પણ નામ છે. ૯. જે ગુણસ્થાને એક સમયમાં સાથે ચડેલા મુનિઓના પરસ્પર બાદર કષાના નિવતેલા પરિણામને ફેરફાર થતું નથી, સર્વના એક સરખાજ પરિણામ જ્યાં વતે છે, તે અનિવૃત્તિ બાદર નામે નવમું ગુણસ્થાનક છે. તેની પ્રાપ્તિવાળા મુનિ ઉપશમ શ્રેણી કે ક્ષપકશ્રેણી પર આરૂઢ હોય છે. ૧૦ પૂર્વે નવમે ગુણઠાણે લેભ નામને કષાય સૂમ કિટ્ટીરૂપ કરેલ છે તેને વેદતા સૂક્ષ્મ સંપરાય નામે દશમું ગુણસ્થાનક થાય છે, તેમાં પ્રાપ્ત થયેલ મુનિ પણ ઉપશમ શ્રેણી કે ક્ષેપક શ્રેણી પર આરૂઢ હોય છે. ૧૧ મેહને ઉપશમ થવાથી ઉપ“શાંતામહ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે, અને ૧૨ મેહને ક્ષય કરવાથી ક્ષીણ મેહ ગુણ“સ્થાનક પ્રાપ્ત થાય છે. ૧૩ ઘાતકર્મને ક્ષય થવાથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે તે સગી કેવળી નામે તેરમું ગુણસ્થાનક છે, અને ૧૪ મન, વચન, કાયાના યોગને ક્ષય “થવાથી અગી કેવળી નામે ચૌદમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે જીવતરવનું સ્વરૂપ જાણવું.
હવે અજીવ તત્ત્વનું સ્વરૂપ કહે છે—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુદ્ગળાસ્તિકાય એ પાંચ અજીવ દ્રવ્યને જીવ દ્રવ્ય સહિત કરવાથી વત્ “ દ્રવ્ય થાય છે. તે ષડુ દ્રવ્યમાં કાળ વિના પાંચ દ્રવ્ય પ્રદેશ સમૂહરૂપ છે. જીવ વિના બાકીના દ્રવ્ય અચેતન અને અકર્તા છે. કાળ વિના બાકીના દ્રવ્ય અસ્તિકાય છે અને પુગળ વિના “બાકીના દ્રવ્ય અરૂપી છે. એ દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વરૂપ છે. પુદુગળો સ્પર્શ, “રસ, ગંધ અને વર્ણ રૂપે છે. તેના અણુ અને સ્કંધ એવા બે પ્રકાર છે. અણુ અબદ્ધ છે
અને કંધ બદ્ધ છે. જે બદ્ધ સ્કંધ છે તે વર્ણ, ગંધ, રસ, શબ્દ, સૂક્ષમ, સ્થળ, સંસ્થાન, “સ્પર્શ, અંધકાર, આત૫, ઉદ્યોત, પ્રભા અને છાયારૂપે પરિણમે છે, અને તે જ્ઞાનાવરણીયા“દિકર્મ, પાંચ પ્રકારના શરીર, મન, ભાષા, ગમનાદિ ચેષ્ટા અને શ્વાસોચ્છવાસના દાયક છે; “તેમજ સુખ, દુઃખ, જીવિત અને મૃત્યુરૂપ ઉપગ્રહના કરનારા છે. આ લેકમાં ધર્માસ્તિકાય, “અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય એ ત્રણ તે પ્રત્યેકે એકેકજ દ્રવ્ય છે, અને તે સર્વદા અમૂર્તા, નિષ્ક્રિય અને સ્થિર છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એક જીવના પ્રદેશ જેટલા અસંખ્યાત પ્રદેશવાળા અને સકળ લેકવ્યાપી છે. તેમાં પિતાની મેળે હાલવા ચાલવાને પ્રવર્તેલા ઇવેને તથા પુદ્ગળને સર્વ ગમનક્રિયામાં મસ્યાદિકની ગતિને જળની જેમ “ધર્માસ્તિકાય સહાયકારી હોય છે, અને જીવ તથા પુગળે પિતાની મેળે સ્થિર રહે છે “ત્યારે વટેમાર્ગુને છાયાની જેમ અધર્માસ્તિકય સહાયકારી હોય છે. વળી સર્વવ્યાપી, નિજ “સ્વરૂપાધારે રહેલ, સર્વ વસ્તુને આધાર આપનાર, કાલેકવ્યાપી, અનંત પ્રદેશી આકાશા“સ્તિકાય છે. કાકાશના પ્રદેશમાં અભિન્નપણે રહેલા જે કાળના અણુઓ (સમય) છે તે “ભાનું પરાવર્તન કરે છે, તેથી મુખ્ય કાળ તે કહેવાય છે અને જોતિશાસ્ત્રમાં સમયાદિકથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org