SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૩ ] શ્રી વિમળનાથનું નિર્વાણ-વાસુદેવનું મૃત્યુ [૧૪૯ સંસાર અવશેષ રહે ત્યારે સર્વ કર્મોની સ્થિતિ એક કેટકેટી સાગરોપમથી ઓછી યથા“પ્રવૃત્તિકરણવડે કરીને કોઈ પ્રાણી ગ્રંથિભેદ થવાથી ઉત્તમ બધિને પામે છે. કેટલાએક જી “યથાપ્રવૃત્તિ કરણ કરવાથી તે ગ્રંથિના સીમાડા ઉપર પ્રાપ્ત થયા હોય, તે પણ ત્યાંથી સદા ઈને પાછા વળે છે અને પાછા સંસારમાં ભમે છે. કુશાસ્ત્રનું શ્રવણ, મિથ્યાષ્ટિને સમાગમ, “નઠારી વાસના અને પ્રમાદ કરવાની ટેવ એ સમકિતપ્રાપ્તિની સામે થનારા શત્રુઓ છે. જે કે ચારિત્રની પ્રાપ્તિ પણ દુર્લભ કહેલી છે પણ જે બેધિની પ્રાપ્તિ થઈ હોય તે તે સફળ છે, અન્યથા નિષ્ફળ છે. અભવ્ય પ્રાણીઓ પણ ચારિત્ર ગ્રહણ કરીને નવમા રૈવેયક સુધી “ઉત્પન્ન થાય છે, પણ બધિ વિના તેઓ મોક્ષપદને પામી શકતા નથી. ચક્રવર્તી પણ બધિરત્નની પ્રાપ્તિ વિના રાંક જે છે, અને બધિરત્નને પ્રાપ્ત કરનારે રાંક હેય તે પણ તેનાથી અધિક છે. જેઓને બધિરત્નની પ્રાપ્તિ થઈ હોય છે તેઓ કદિ પણ આ “સંસારમાં રાગ કરતા નથી, પણ મમતા રહિત થઈને મુક્તપણે મુક્તિમાર્ગને જ ભજે છે.” પ્રભુની આવી દેશના સાંભળીને ઘણા લેકેએ દીક્ષા લીધી, સ્વયંભૂ વાસુદેવ સમક્તિ પામ્યા, અને બલભદ્ર શ્રાવપણું સ્વીકાર્યું. જ્યારે પ્રથમ પિરષી પૂર્ણ થઈ ત્યારે પ્રભુ દેશનાથી વિરામ પામ્યા. પછી મંદર ગણુધરે તેવીજ રીતે દેશના આપી. બીજી પરિષી જ્યારે પૂર્ણ થઈ ત્યારે તેમણે પણ દેશના પૂર્ણ કરી. પછી ઇંદ્ર, વાસુદેવ તથા બલભદ્ર વિગેરે પોતપોતાને સ્થાનકે ગયા અને લોકોના ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી વિમળપ્રભુએ પુર, ગ્રામ, ખાણ અને દ્રોણમુખ વિગેરેમાં વિહાર કર્યો. અડસઠહજાર મહાત્મા સાધુઓ, એકલાખ ને આઠ સાવીએ, અગ્યારસો ચૌદ પૂર્વ ધારી, ચારહજાર ને આઠસે અવધિજ્ઞાની, પાંચહજાર ને પાંચ મન:પર્યવજ્ઞાની, તેટલાજ કેવળજ્ઞાની, નવહજાર વૈક્રિય લબ્ધિવાળા, બે લાખ ને આઠ હજાર શ્રાવકે અને ચાર લાખ અને ચોત્રીસ હજાર શ્રાવિકાઓ–એટલે પરિવાર કેવળજ્ઞાન પછી બે વર્ષે ઉણુ પંદરલાખ વર્ષ સુધી પૃથ્વીમાં વિહાર કરતા વિમળનાથ પ્રભુને થશે. પછી પિતાને નિર્વાણકાળ નજીક આવેલે જાણી પ્રભુ સંમેતશિખર પર્વતે પધાર્યા, અને ત્યાં છ હજાર સાધુએની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું. એક માસનું અનશન પાળી આષાઢ માસની કૃષ્ણ સપ્તમીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતાં, તે સર્વે મુનિઓની સાથે પ્રભુ અવ્યયપદને પ્રાપ્ત થયા. પછી ઈન્દ્રાદિક દેવતાઓએ ત્યાં આવીને પ્રભુનો અને બીજા મુનિઓને નિર્વાણ મહિમા કર્યો. પંદરલાખ વર્ષ કૌમાર વયમાં, ત્રીશલાખ વર્ષ પૃથ્વીનું રક્ષણ કરવામાં અને પંદરલાખ વર્ષ વ્રતમાં-એમ સર્વ મળીને સાઠ લાખ વર્ષનું પ્રભુનું આયુષ્ય સંપૂર્ણ થયું હતું. શ્રી વાસુપૂજ્ય પ્રભુના નિર્વાણ પછી ત્રીશ સાગરેપમ ગયા ત્યારે શ્રી વિમળનાથ પ્રભુને નિર્વાણકાળ થયે. સ્વયંભૂ વાસુદેવે આશ્ચર્યકારી ઐશ્વર્યના મદથી વિવેક રહિત થઈને અનેક દૂર કર્મો કર્યા, જેથી પિતાનું સાઠલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છે તે પ્રકારનાં માઠાં કર્મોથી છઠ્ઠી નરકભૂમિમાં ગયા. બારહજાર વર્ષ કુમારપણામાં, તેટલાજ મંડલિકપણામાં, નેવું વર્ષ દિગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy