SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮] પ્રભુને પ્રાપ્ત થયેલ અવ્યયપદ [ પર્વ ૪ થું સાધ્વીઓ, દેવતાઓ, દેવીઓ, નારીઓ અને નર યથાયોગ્ય દ્વારે પેસી પિતાપિતાને યોગ્ય સ્થાનકે બેઠા. તે વખતે રાજપુરૂષાએ સત્વર દ્વારકામાં જઈ પ્રભુના સમવસરણની વાર્તા વાસુદેવને જણાવી. હર્ષ પામેલા સ્વયંભૂ પ્રભુના આગમનને કહેનારા પુરૂષને પારિતોષિકમાં સાડાબાર કોટી સેનયા આપ્યા. પછી સ્વયંભૂ વાસુદેવે ભદ્ર બલદેવની સાથે ભદ્રના એક કારણ રૂપ સમવસરણ પાસે આવી તેમાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવંતને પ્રદક્ષિણ દઈ, પ્રણામ કરીને ભદ્ર સહિત ઇંદ્રની પાછળ બેઠા. પછી ઇંદ્ર, વાસુદેવ અને બલદેવે ફરી પ્રણામ કરી અંજલિ જોડી આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. હે દેવ! વર્ષાકાળના જળથી પૃથ્વીના કાદવની જેમ તમારા દર્શનથી આ જગતના “પ્રાણુઓનું સાંસારિક દુઃખ નાશ પામ્યું છે. હે સ્વામિન! તમારા દર્શનના કારણરૂપ આજને “દિવસ ઘણો પવિત્ર છે કે જેમાં દુષ્કર્મથી મલિન એવા અમે નિર્મળ થઈશું. અમારી દ્રષ્ટિ. “ઓએ શરીરનાં સર્વ અંગોમાં રાજાપણું પ્રાપ્ત કરેલું હતું, તેઓએ આજ તમારું દર્શન પ્રાપ્ત “કરી પિતાની બરાબર શુદ્ધિ કરેલી છે. તમારા ચરણના સંપર્કથી આ ભરતક્ષેત્રની ભૂમિ પવિત્ર “થઈ ગઈ છે, તે તમારા દર્શન તેઓના પાપનો નાશ કરે તેમાં શું કહેવું? હે પ્રભુ! ઘુવડ “પક્ષીઓની જેમ મિથ્યાદષ્ટિ પુરૂષને તમારું દર્શન કેવળજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશના અભાવનું જ “કારણ થશે. તમારા દર્શનરૂપ અમૃતપાનવડે જેમના શરીર ઉસ પામેલા છે એવા પ્રાણીઓના કર્મબંધ આજે અવશ્ય તુટી જશે. વિવેકરૂપી દર્પણને સાફ કરવામાં તત્પર “અને કલ્યાણ વૃક્ષના બીજ જેવા તમારા ચરણનાં રજકણે અમને પવિત્ર કરો. હે સ્વામિન! “અમૃતના ગંડૂષ જેવા તમારા દેશનાવીને સંસારરૂપ મરૂદેશમાં મગ્ન થયેલા અને સ્વસ્થ “કરવાને માટે થાઓ.” આ પ્રમાણે સ્તુતિ કરી તેઓ વિરામ પામ્યા, એટલે વિમલનાથ પ્રભુએ નિર્મળ ધર્મ દેશના આપવાને આરંભ કર્યો. અકામ નિજ રારૂપ પુણ્યથી પ્રાણીને સ્થાવરપણાથી ત્રસપકે તિર્યંચ પચેંદ્રિપણું માંડ માંડ પ્રાપ્ત થાય છે. તેમાં પણ જ્યારે કર્મની લાઘવતા થાય ત્યાર પછી માનુષ્ય જન્મ, આર્યદેશ, ઉત્તમ કુળ, સર્વ ઈદ્રિયનું પાટવ અને દીર્ઘ આયુષ્ય કથંચિત મેળવાય છે. તે “કરતાં પણ વિશેષ પુણ્ય હેય તે ધર્મકથક ગુરૂની જોગવાઈ અને શાસ્ત્રનું શ્રવણ તથા તેમાં શ્રદ્ધા એટલાં વાનાં પ્રાપ્ત થાય છે, પણ તેમાં તનિશ્ચયરૂપ બધિરત્ન પ્રાપ્ત થવું ઘણું “દુર્લભ છે. જિનપ્રવચનમાં જેવું બધિરત્ન અત્યંત દુર્લભ છે તેવું રાજાપણું, ચક્રવર્તીપણું મેળવવું દુર્લભ નથી. સર્વ જીવેએ પૂર્વે અનંતવાર સર્વ ભાવે પ્રાપ્ત કરેલા હશે, પણ “જ્યાં સુધી આ સંસારમાં તે જીનું પરિભ્રમણ જોવામાં આવે છે, ત્યાં સુધી તેઓએ કદિ “પણ બધિરત્નની પ્રાપ્તિ કરેલી જણાતી નથી. સર્વ પ્રાણીઓને આ સંસારમાં પરિભ્રમણ કરતાં અનંત પુગલ પરાવર્તન થઈ ગયાં છે, પરંતુ જ્યારે છેલ્લે અદ્ધ પુદ્ગલપરાવર્તન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy