________________
૧૪૦] વિમલનાથ પ્રભુને જન્મ
[[ પર્વ ૪ થું એમાં તે કદાપિ પરસુખ થતું નહીં, પણ પરનિંદાની જેમ પરથી તે નિરંતર પરાહુમુખ રહેતે હતે. પૃથ્વીમાં સૂર્યરૂપ એવા એ રાજાના શત્રુએ રણભૂમિમાં તેના તેજને અંધકારમાંથી નીકળ્યા હોય તેમ સહન કરી શકતા નહીં. મોટા વડવૃક્ષની છાયાની જેમ તેના ચરણની છાયા અનેક રાજાઓ નીચા નમીને પ્રણામવડે સેવતા હતા. ચંદ્રને રોહિણીની જેમ સર્વ અંતઃપુરના આભૂષણ જેવી શ્યામા નામે તેને પટ્ટરાણી હતી. મૂર્તિમતી કુળલકમી હોય અને સાક્ષાત જાણે સતીવ્રત હોય તેવી એ રાણી રૂપ, લાવણ્ય અને લક્ષમીની પ્રત્યક્ષ અધિદેવતા જેવી જણાતી હતી. નિરંતર પતિના ધ્યાનમાં વ્યાકુળ ચિત્તવાળી હોય તેમ એ રાણી હંસલીની પેઠે મંદ મંદ સંચાર કરતી હતી. પૃથ્વીમાં શ્રેષ્ઠ એવી સ્ત્રીઓમાં પણ તે એવી અસાધારણ સ્ત્રી હતી કે જેના સખીપણાને લક્ષમીદેવી કે ઈંદ્રાણી જ લાયક હતી. એ દેવી પૃથ્વી ઉપર જ્યાં જ્યાં વિચરતી ત્યાં ત્યાં લક્ષ્મી પહેરેગીરની પેઠે રાત્રિદિવસ તેની પછવાડે જ અનુસરતી હતી.
હવે સહસ્ત્રાર દેવલેકમાં પધસેન રાજાના જ પિતાનું ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ્ય પૂર્ણ કર્યું, અને વૈશાખ માસની શુકલ દ્વાદશીને દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ત્યાંથી ચવીને તે છવ શ્યામાદેવીની કુક્ષિમાં આવી અવતર્યો. શ્યામાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહા સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ સમયે માઘ માસની શુકલ તૃતીયાની મધ્યરાત્રિએ ઉત્તરાભાદ્રપદને ચંદ્ર થતાં અને બીજા સર્વ ગ્રહે પોતપોતાનાં ઉચ્ચ સ્થાનેમાં આવતાં ડુક્કરના ચિન્હાવાળા, તપેલા સુવર્ણના જેવી કાંતિવાળા, ત્રણ જ્ઞાનને ધરનારા એક પુત્રને શ્યામાદેવીએ સુખે જન્મ આપે, આ ખબર જ્ઞાનવડે જાણીને છપ્પન દિકુમારીઓ ત્યાં આવી, અને તેમણે પ્રભુ તથા પ્રભુની માતાનું સૂતિકાકર્મ દાસીની પેઠે કર્યું. પછી શક ઇંદ્ર ત્યાં આવી, પ્રભુને મેરૂ પર્વત ઉપર લઈ જઈ અતિપાંડુમલા નામની શિલાપરના સિંહાસન ઉપર પ્રભુને ખેાળામાં લઈને બેઠા. એટલે અશ્રુત વિગેરે ત્રેસઠ ઇંદ્રોએ તીર્થ જળવડે એ તેરમા તીર્થકરને અનુક્રમે સ્નાત્ર કયું. પછી પ્રભુને ઈશાન ઇદ્રના ઉલ્લંગમાં બેસાડી શકે છે, પર્વતના શિખરમાંથી નીકળેલા જાણે નિઝરણા હેય તેવા વૃષભના શીંગડામાંથી નીકળતા જળપ્રવાહવડે સ્નાન કરાવ્યું. પછી ઇંદ્ર માણિક્યને જેમ માર્જન કરે તેમ સ્નાત્રજળ વડે આ પ્રભુના અંગનું દેવદૂષ્ય વસવડે માર્જન કર્યું. પછી નંદનવનમાંથી લાવેલા ગશીર્ષચંદનવડે શ્યામાદેવીના કુમારના શરીર ઉપર દેવદૂષ્ય અને ભ્રમ આપે એવું વિલેપન કર્યું. વિચિત્ર માળાઓથી અને દિવ્ય વસ્ત્ર–અલંકારોથી પ્રભુનું અર્ચના કરી છેવટે આરતી ઉતારી શકઇ આ પ્રમાણે સ્તુતિ કરી–
હે જગત્પતિ! ચિતરફ પ્રસરતા મેહરૂપી અંધકારથી, અતિ કેપ કરનારા જટાધારી “તાપસરૂપી નિશાચરોથી, બુદ્ધિરૂપ સર્વસ્વને હરનારા ચાર્વાકરૂપી તસ્કરોથી, માયાકપટમાં “ઘણા નિપુણ એવા બ્રાહ્મણરૂપી શિયાળેથી, મંડલી થઈને ફરતા કૌળાચાર્યરૂપી નાહોથી, “અનેક પ્રકારની અષ્ટા કરતા પાખંડીરૂપ ઘુવડ પક્ષીઓથી અને વિવેકરૂપ નેત્રને લુપ્ત કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org