________________
૧૩૮ )
વિજય ખલભદ્રનું મેાક્ષગમન
[ પ ૪ થ
મનઃવજ્ઞાની, છ હજાર કેવળજ્ઞાની, દશ હજાર વૈક્રિય લબ્ધિવાળા, ચાર હજાર ને સાતસેા વાદલબ્ધિવાળા, બે લાખ ને પંદર હજાર શ્રાવકે અને ચાર લાખ ને છત્રીશ હજાર શ્રાવિકાએ– આ પ્રમાણે એક માસે ઉણુાં ચેપન લાખ વર્ષો સુધી કેવળજ્ઞાન પામ્યા પછી વિહાર કરતા વાસુપૂજ્ય પ્રભુના પરિવાર થયેા. પછી પેાતાના મેાક્ષકાળ નજીક આવેલા જાણીને પ્રભુ ચ'પાનગરીએ પધાર્યા. ત્યાં છસે મુનિએની સાથે પ્રભુએ અનશન અંગીકાર કર્યું. એક માસને અંતે આષાઢ માસની શુકલ ચતુર્દશીએ ચંદ્ર ઉત્તરાભાદ્રપદમાં આવતાં ઇસે મુનિએની સાથે પ્રભુ મેક્ષે ગયા.
કુમારવયમાં અઢાર લાખ વર્ષોં અને વ્રતમાં ચાપન લાખ વર્ષે એ પ્રમાણે ખેતેર લાખ વતું શ્રી વાસુપૂજ્ય પ્રભુનું આયુષ્ય સંપૂર્ણ થયું. શ્રેયાંસપ્રભુના નિર્વાણુ પછી ચાપન સાગરે પમ ગયા ત્યારે વાસુપૂજ્ય ભગવાનૂ નિર્વાણુને પ્રાપ્ત થયા. તે વખતે દેવતાઓની સાથે ઇંદ્રાએ પ્રભુના અને તેમના શિષ્યાના યથાવિધિ નિર્વાણુ મહત્સવ કર્યાં.
મેટા આરંભ અને પરિગ્રહવાળા દ્વિપૃષ્ઠ વાસુદેવ, કેસરીસિંહની જેમ નિઃશ' અને દેવની પેઠે સુખમાં નિમગ્ન થઈ, યથેચ્છ ભાગ ભાગવી, પેાતાના આયુષ્યને પૂર્ણ કરી પ્રાંતે મૃત્યુ પામીને તમઃપ્રભા નામની છઠ્ઠી નરકભૂમિમાં ગયા. દ્વિધૃષ્ટ વાસુદેવને કુમારવયમાં ૫ંચાત્તેર હજાર વર્ષ, તેટલાજ મંડલિકપણામાં, દિગ્વિજયમાં એકસે વ અને રાજ્યમાં ખેતેર લાખ એગણપચાસ હજાર અને નવસે વર્ષોં એ પ્રમાણે એકંદર ચુમાત્તેર લાખ વર્ષનું' આયુષ્ય પૂર્ણ થયુ' હતુ.. દ્વિપૃષ્ટ કાળધમ પામ્યા પછી બંધુનેહથી માહિત થઈ પંચાતેર લાખ વર્ષના આયુષ્યવાળા વિજય ખલભદ્ર માંડમાંડ એકાકીપણે રહ્યા. પછી તેણે વાસુપૂજ્ય ભગવાનના વચનનું સ્મરણ કરવાથી તથા પેાતાના ખંધુના મરણુથી સંસાર ઉપરથી ગાઢ વિરકત થઈ શ્રીવિજયસૂરિના ચરણકમળમાં વ્રત ગ્રહણ કર્યુ. અને સમ્યક્ પ્રકારે ચારિત્ર પાળીને વિજય ખલભદ્રકાળધમ પામી મેક્ષે ગયા.
Jain Education International
. इत्याचार्य श्री हेमचन्द्रविरचिते त्रिषष्टि शलाकापुरूषचरिते महाकाव्ये चतुर्थे पर्वणि श्रीवासुपूज्य द्विपृष्ट विजयतारकचरित्र वर्णना नाम द्वितीयः सर्गः ॥२॥
प्रथम खण्डं समाप्तम् ।
For Private & Personal Use Only
www.jainelibrary.org