________________
સગ ૨ ] પ્રભુનું મશગમન
[૧૩૭ પાંચ પ્રકારની આપત્તિઓ આવતાં સ્ત્રીઓને પુનર્લગ્ન કરાવે છે, જે સ્ત્રીમાં પુત્ર થવાનો સંભવ હોય તે તેનામાં ક્ષેત્રજ' પુત્રની ઉત્પત્તિ કરવી એ પ્રમાણે કહે છે, દષિત સ્ત્રીઓ “રજ (અંતરાય) આવે ત્યારે શુદ્ધ થાય છે એ પ્રમાણે માને છે, કલ્યાણની બુદ્ધિએ યજ્ઞમાં
બકરાને મારી તેનાં શિશ્ન (લિંગ)થી આજીવિકા કરે છે, સૌત્રામણિ અને સપ્તતંતુ યજ્ઞમાં “મદિરાનું પાન કરે છે, વિષ્કા ખાનારી ગાયને સ્પર્શ કરીને પવિત્ર થવાનું માને છે, “જલાદિકમાં માત્ર નાન કરવાથી પાપશુદ્ધિ થાય એમ બોલે છે, વડ પીપલા અને આંબલી “વિગેરે વૃક્ષોની પૂજા કરે છે, અગ્નિમાં હેમેલા હવ્યથી દેવને તૃપ્ત કરેલા માને છે, પૃથ્વી “ઉપર ગાય દેહવાથી રિષ્ટની શાંતિ થાય એમ વદે છે, સ્ત્રીઓને માત્ર વિડંબના કરે તેવા “ધર્મવ્રતને ઉપદેશ કરે છે, માટે જટા, ભસ્મવડે અંગરાગ અને કાપીને ધારણ કરે છે, “આકડે ધંતૂરો અને માલૂરના પુપેથી દેવને પૂજે છે, ગીત નૃત્ય કરતાં વારંવાર અપશબ્દો બેલે છે, મુખ વગાડીને ગીતનાદ આચરે છે, અસભ્ય ભાષાપૂર્વક દેવ, મુનિ, અને કેને “હણે છે, વ્રતને ભંગ કરીને દાસી દાસપણું કરવાને ઈચ્છે છે, અનંતકાય એવા કંદાદિ “તથા ફલ, મૂળ અને પાંદડાંઓનું ભક્ષણ કરે છે, સ્ત્રી અને પુત્ર સહિત જઈને વનમાં વસે છે, “ભક્ષ્ય અભક્ષ્ય, પય અપેય અને ગમ્ય અગમ્યમાં સમાનપણે વર્તે છે, અને કેટલાક “કૌલાચાર્યના શિષ્ય થાય છે, એએને અને એ સિવાય બીજા પણ કે જેઓનાં ચિત્તમાં જૈનશાસનને સ્પર્શ થયો નથી એવાઓને ધર્મ શું? અને તેમના ધર્મમાં પ્રમાણ પણ શું?
શ્રીજિદ્રભાષિત ધર્મના આરાધનથી આ લેકમાં અને પરલોકમાં જે સુખકારી ફળ “થાય તે તે તેનું આનુષંગિક (અવાંતર) ફળ છે, પણ તેનું મુખ્ય ફળ તે મોક્ષજ છે. “જેમ કૃષિ કરવાનો મુખ્ય હેતુ ધાન્ય મેળવવાને છે. તેમાં પલાલ વિગેરે જે થાય તે આનુષંગિક ફળ છે, તમ ધર્મ કરવાનું મુખ્ય ફળ મોક્ષજ છે, તેમાં જે સાંસારિક ફળ થાય છે, તે તે આનુષંગિક ફળ છે.”
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણા લોકોએ દીક્ષા ગ્રહણ કરી. દ્વિપૃષ્ણકુમારને સમકિત પ્રાપ્ત થયું અને બલભ શ્રાવકપણું ગ્રહણ કર્યું. પ્રથમ પિરસી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી, પછી સૂક્ષમ નામના ગણધરે બીજી પારસી સુધી દેશના આપી. પછી પ્રભુએ તે સ્થાનથી અન્યત્ર વિહાર કર્યો, અને ઇંદ્ર, ઉપેન્દ્ર તથા બલભદ્ર વિગેરે પિતપતાને સ્થાનકે ગયા.
તેર હજાર મહાત્મા સાધુઓ, સંયમની શોભાને ધરનારી એક લાખ સાદવીઓ, એક હજાર અને બસો ચૌદ પૂર્વ ધારી, પાંચ હજાર ને ચાર અવધિજ્ઞાની, છ હજાર ને એક
ક્ષેત્રજ' કહેવાય છે.
૧. પિતાના પુરૂષના અભાવે બીજા પુરૂષના સંગથી જે સ્ત્રી પુત્ર ઉત્પન્ન કરે તે ૨. કેપીત–વંગેટી ૩. પેટનું ફળ. B - 18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org