________________
સગ ૧ ] ચકના આઘાતથી ત્રિપૃષ્ણને પ્રાપ્ત થયેલ મૂછ.
[૧૧૧ શીધ્ર પ્રગટ થયું એટલે તે અને ધનુષ્ય સાથે જોડયું. તે વખતે રાફડામાંથી સર્પોની જેમ તેમાંથી અનેક સ ઉત્પન્ન થયા. ભૂમિ અને આકાશમાં કુંફાડા મારીને દોડતા એવા તે સર્પોએ ક્ષણવારમાં તિર્યગેલેકને પાતાળલેક જેવું કરી દીધું. લાંબા, ભયંકર અને કાળા એવા મોટા સર્પો સકુરણાયમાન થઈને હજારો કેતુઓની શંકા કરાવવા લાગ્યા. મૃત્યુના જાણે અવસર્ષ હોય તેવા તે સર્વે આકાશમાં પણ પ્રસરવા લાગ્યા; જેથી ખેચરોની સ્ત્રીઓ તેનાથી ભય પામીને દૂર નાસવા માંડી. તે વખતે ત્રિપૃષ્ટના સૈનિકોને મોટી આશંકા થઈ પડી; કારણકે સ્વામીનો પ્રભાવ નહીં જાણનારને તેમજ ભક્તિવાનને તેમજ થાય છે. પછી ત્રિપૃષ્ટ ધનુષ્ય ઉપર ગરૂડાને ચડાવીને છેડ્યું, એટલે તેમાંથી કદળીના પત્રની જેમ પ્રસરતી પાંખેથી જાણે આકાશને સેંકડે છત્રોથી વ્યાપ્ત કરતા હોય તેવા અનેક ગરૂડે પ્રગટ થયા. સૂર્યનાં કિરણેથી અંધકારની જેમ તે ગરૂડેની પાંખેના સિત્કારથી તે મોટા સર્પો ચારે બાજુ નાસી ગયા. નાગા અને નિરર્થક થયેલું જોઈ અશ્વગ્રીવે દુર્ધર એવું અન્યત્ર ચિંતવ્યું. જવાળાઓથી આકાશમાં સેંકડો ઉલ્કાપાતને બતાવતું તે અસ્ત્ર તેણે ધનુષ્ય ઉપર સાંધીને છોડ્યું તે વખતે ત્રિપૃષ્ટનું બધું સૈન્ય જાણે અગ્નિમાં મગ્ન થયું હોય તેમ વડવાનળથી ભય ગામેલા સમુદ્રના મત્સ્યની જેમ આકુળવ્યાકુળ થઈ ગયું. તે જોઈને અશ્વગ્રીવના સુભટો ખુશી થઈ હસવા લાગ્યા, ભમવા લાગ્યા, ઉછળવા લાગ્યા, નાચવા લાગ્યા, ગાવા લાગ્યા, અને ઉતાવળા થઈને તાળીઓ પાડવા લાગ્યા. પછી ક્રોધથી નેત્રો રાતાં કરીને ત્રિપૃચ્ચે અવાર્ય એવા વારૂણાઅને ધનુષ્ય સાથે જોડીને સત્વર છોડયું. એ અસ્ત્રના પ્રભાવથી ત્રિપૃષ્ટના મનોરથની જેમ તત્કાળ આકાશમાં મેઘ ઉત્પન્ન થ, અને અલ્પગ્રીવના મુખની જેમ ગગનતળ શ્યામ થઈ ગયું. તરત દાવાનળને શમાવનારા વર્ષાઋતુના મેઘની જેમ અવિચ્છિન્ન જળધારાવડે વષીને તે મેઘ શસ્ત્રગ્નિને શમાવી દીધા.
આ પ્રમાણે તૃણની જેમ ત્રિપૃટે સર્વ અને ભગ્ન કરી નાખેલાં જઈ છેવટે તેને મારવાને ઈરછતા અશ્વગ્રીવે પિતાના અમોઘ ચક્રનું સ્મરણ કર્યું. સેંકડો આરાથી નીકળતી સેંકડે જવાળાવડે પ્રકાશતું, અને જાણે સૂર્યના મંડળમાંથી ખેંચી આણેલું હોય, અથવા બળાત્કારે હરણ કરેલું યમરાજાનું એક કુંડળ હોય, વા કુંડળાકારે રહેલે તક્ષક નાગ હોય તેવું જણાતું, તેમજ ઘુઘરીઓના અવાજથી બેચરાને ત્રાસ પમાડતું એ ચક્ર સ્મરણ કરતાં જ પ્રગટ થયું. તેને ગ્રહણ કરીને અશ્વગ્રીવ બે –અરે ત્રિપૃષ્ણ! કંઠમાં દુધવાળો હજુ તું બાળક છે. તારો વધ કરવાથી મને બાળહત્યા લાગશે, તેથી તું ચાલ્યા જાય હજુ સુધી તારી ઉપર મને દયા આવે છે. આ મારૂં ચક ઇંદ્રના વજની જેમ કોઈ ઠેકાણેથી હઠે તેવું નથી તેમજ નિષ્ફળ થાય તેમ પણ નથી; તેથી જ્યારે હું આ ચક્રને છેડીશ ત્યારે તું તારા પ્રાણને પણ છેડીશ, તેમાં કાંઈ પણ સંદેહ રાખીશ નહીં. માટે ક્ષત્રિયપણાના અભિમાનને તજી દે અને મારા શાસનને અંગીકાર કર, તું બાળક છે, તેથી હું તારું પ્રથમનું માઠું આચરણ માફ કરૂં છું. સારે નસીબે તારું કાર્ય બાળપણની ચપળતાવડે કરેલું હું ગણું છું, માટે તું જીવતે જા, મારી તને મારવાની ઈચ્છા નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org