SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬] ત્રિપૃષ્ણકુમારે કરેલ સિંહને ઘાત [પર્વ ૪ થું અસ્ત્રવડે યુદ્ધ કરવું એ પણ અનુચિત છે.” એમ ધારી અસ્ત્ર પણ છેડી દીધાં. પછી બળથી ઇંદ્રને પણ ઉલ્લંઘન કરનારા ત્રિપૃષ્ટ “હે સિંહ! અહી આવ, તારી યુદ્ધ કરવાની કંડને હું મટાડું.” એમ કહીને તેને બોલાવે, વાસુદેવનાં આ વચનને પર્વતમાં પ્રતિષ્ઠદ પડશે તે જાણે કેપના આટોપથી ઉગ્ર એવા સિંહે એજ વચન પ્રતિછંદના મિષથી પાછું સામું કહ્યું હોય તેમ જણાયું. તે વખતે યુવાન કેસરી ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે “અહા ! આ બાળકનું કેવું સાહસ છે? તે સૈન્ય વિના આવ્યો છે અને રથ ઉપરથી ઉતરી, શસ્ત્રોને ત્યાગ કરી વળી મને ઉંચે સ્વરે બોલાવે છે; પણ જેમ દેડકે ઊંચા ઠેકડા મારીને ઉલટે સર્પની આગળ આવે તેમ આ દુર્મતિ મારી પાસે આવે છે તો તેની ધીઠતાનું ફળ તેને પ્રાપ્ત થાઓ.” આ પ્રમાણે વિચારી પિતાનું પુંછડું ઉંચું ઉપાડી ઉછળીને તેણે એવી ફાળ મારી કે ક્ષણવાર તે આકાશમાંથી કઈ બેચરનાં વાહનમાંથી કેસરીસિંહ કુદી પડતા હોય તેવો ભ્રમ થયે. એવી ફાળ મારીને જેવો ત્રિપૃષ્ણકુમારની ઉપર તે પડવા જાય છે તેવામાં તે ત્રિપૃષ્ણકુમારે જેમ સાણસાથી સપને પકડે તેમ પોતાના બે હાથથી તેના બે હોઠ જુદા જુદા પકડડ્યા. પછી હોઠથી આકષી વસ્ત્રની જેમ ચડગડાટ શબ્દ સાથે તેને ચીરી નાખે. તે વખતે તત્કાળ સભાસદોની તથા ચારણભાટેની જેમ લોકેએ અંતરીક્ષ અને આકાશને ભરી દે તેવો મોટો જયજય શબ્દ કર્યો. આકાશમાં વિદ્યાધર, દેવતાઓ અને અસુરે કૌતુકથી એકઠા થયા, અને મલયાચલના વાયુની જેમ વિષ્ણુની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. એ સિંહના શરીરના બે ભાગ ક્ષણવારમાં ત્રિપૃટે પૃથ્વી ઉપર નાખી દીધા, પણ તેમાંથી ચેતન ગયેલું ન હોવાથી ક્રોધવડે તે ક્ષણવાર તરફડવા લાગ્યા. શરીર પરતંત્ર થવાથી બે ભાગે પડેલે એ સિંહ મહા શોકવડે તરફડતો ચિંતવવા લાગ્યો કે “અહો ! કવચધારી અને શસ્ત્રધારી તેમજ સેંકડોગમે સુભટથી વીંટાયેલા એવા અનેક રાજાઓ પણ વજની જેમ ઉપરથી પડતા એવા મને સહન કરી શક્યા નહીં; અને આ મહા કેમળ હાથવાળા અને શસ્ત્ર વિનાના એકાકી બાળકે મને મારી નાખ્યો, એ વાતનો મને માટે ખેદ થાય છે, કાંઈ વધ થવાથી ખેદ થતું નથી.” આવી ચિંતાથી સર્ષની જેમ તફડતા એ સિંહને અભિપ્રાય જાણુને ત્રિપૃષ્ટ વાસુદેવના સારથીએ કહ્યું કે “લીલામાત્રમાં ઉન્મત્ત હાથીને ભેદનારા અને સેંકડોગમે સૈન્યથી પણ પરાભવને નહીં પામનારા એવા હે સિંહ! તું અભિમાને કરી શા માટે આમ ખેદ પામે છે? આ તને મારનાર સુભટોમાં શ્રેષ્ઠ એવા ત્રિપૃષ્ણકુમાર સવ વાસુદેવમાં પ્રથમ વાસુદેવ છે, તે વયથી બાળક છે પણ તેજ-પરાક્રમથી બાળક નથી. જેમ સર્વ પશુઓમાં તું સિંહ છે તેમ સર્વ નરોમાં તે સિંહ છે; તેથી એની સાથેના સંગ્રામમાં હણાયેલા તને લજજા આવે તેમ નથી, પણ ઉલટી લાઘા થાય તેમ છે.” તેનાં આવાં વચનરૂપ અમૃતની વૃષ્ટિથી શાંત થઈને તે કેસરીસિંહ મૃત્યુ પામે, અને નરકગતિનું આયુષ્ય બાંધવાથી નરકભૂમિમાં નારકી થયો. તે વખતે અશ્વગ્રીવની આજ્ઞાથી આ વૃત્તાંત જાણવાને આવેલા વિદ્યાધરોને ત્રિપુટે તે સિંહનું ચર્મ આપ્યું અને કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy