________________
સર્ગ ૧ લે ] ત્રિપૃષ્ણકુમાર ને સિંહ વચ્ચે યુદ્ધ
[૯૫ તૃષાતુર હાથી જેમ વાવમાં જળ પીવા જાય તેમ સિંહ આવીને તે સૈનિક વિગેરેને મારે અને ફાડી નાખે, પછી ચાલ્યા જાય; એવી રીતે પોતાના જીવિતની શંકા રાખતા એ સર્વ રાજાઓ અમારી રક્ષા કરે છે. આવાં તેઓનાં વચન સાંભળી બળભદ્ર અને વાસુદેવ ખુશી થયા. પછી પોતાનું સૈન્ય ત્યાંજ રાખીને બન્ને જણ એકલા જ્યાં સિંહની ગુફા હતી ત્યાં તત્કાળ ગયા. મેઘની ગર્જના જે તેમના રથને ઘોષ સાંભળી, બંદીના ઘેષથી જેમ રાજા જાગે તેમ તરત જ તે સિંહ જાગ્યો. જાણે યમરાજની બે દીપિકા હોય તેવી વિકરાળ દષ્ટિ કરતે, જાણે યમરાજનાજ ચામર હોય તેવી કેશાવળિને કંપાવતો અને જાણે રસાતળનું દ્વાર હોય તેવા મુખને બગાસાથી ફાડતો એવો તે કેસરી પિતાની ગ્રીવાનો કાંઈક સંકેચ કરતો આમ તેમ જોવા લાગ્યો. “આ કઈ માત્ર રથનાજ પરિવારવાળા બે પુરૂષે છે” એમ જાણ અવજ્ઞા બતાવીને એ સિંહ ફરીવાર કૃત્રિમતાથી સુઈ ગયે. તેની એવી સ્થિતિ જોઈ બળદેવે કહ્યું-“શાળીના ક્ષેત્રનું રક્ષણ કરવા આવેલા રાજાઓએ હસ્તી વિગેરેનું બળિદાન આપીને આ સિંહને ગર્વિત કર્યો જણાય છે.” પછી તરત જ નૃસિંહ ત્રિપૃષ્ણકુમારે ત્યાં જઈ મલ્લ જેમ મલ્લને બોલાવે તેમ એ મોટા સિંહને બોલાવ્યો. વિષ્ણુને ઉગ્ર અવાજ સાંભળી સિંહ પિતાના મુખ ઉપર કાનની ટીશીયું ચડાવી આ કઈ વીર છે” એમ ચિંતવવા લા. ગછી તરત જ જાણે સાક્ષાત્ રૌદ્ર રસ હોય તે એ કેસરી મુખ ફાડીને ભયંકર ગજના કરતે પિતાના ગુહાદ્વારમાંથી બહાર નીકળ્યું. તે વખતે જાણે સ્થળમાં રહેલા બે ખીલા હોય તેવા તેના મસ્તકપર બે કાન અક્કડ રહેલા હતા. બે દીવીઓ પ્રદીપ્ત થઈ હોય તેવાં પિંગલ નેત્રો હતાં, યમરાજનું જાણે શસ્ત્રગૃહ હોય તેવું દાઢે અને દાંતથી ભરપૂર મુખ હતું, પાતાળમાંથી નીકળેલ જાણે તક્ષક નાગ હોય તેવી મુખની બહાર તેની જિહુવા રહેલી હતી, યમરાજના ઘરનું તેરણ હોય તેવી મુખ ઉપર એક મોટી દાઢ હતી, અંતરમાં બળતા કે પરૂપી અગ્નિની શિખા હોય તેવી કેશવાળી હતી, પ્રાણીઓના પ્રાણને આકર્ષણ કરનારા ચીપીઆ હોય તેવા નખ હતા, અને જાણે ક્ષુધાતુર સર્પ હોય તેવા પુછદંડને તે હલાવ્યા કરતો હતો.
આ પ્રમાણેના કેસરીસિંહે બહાર આવી ઇંદ્ર જેમ વજાને પર્વત પર પછાડે તેમ પિતાના પ્રચંડ પુંછડાને પૃથ્વી ઉપર પછાડયું. એ પુછડાની પછાડના નાદથી વાજિંત્રના નાદથી જેમ સમુદ્રની અંદરના જલચરો નાસી જાય તેમ ચતરફ પ્રાણીઓ નાસવા લાગ્યા. તે વખતે ત્રિપુષ્ટ વાસુદેવે અચલકુમારને કહ્યું- હે આર્ય! હું છતાં તમારે યુદ્ધ કરવાનો અવસર લે ઘટિત નથી.” આમ કહીને તેણે અચલકુમારને ત્યાંજ ઉભા રાખ્યા. પછી એકલા સિંહની સામાં જતાં ક્ષત્રીધર્મને જાણનારા ત્રિપૃષ્ણકુમારે વિચાર કર્યો કે “આ સિંહ પગે ચાલતો છે, અને હું રથ ઉપર બેઠે છું; તો પદળની સાથે રથપર બેસીને યુદ્ધ કરવું એ ક્ષત્રીધમને યોગ્ય નથી.” એમ વિચારી તેણે રથને છેડી દીધો. વળી વીરવ્રતરૂપ ધનવાળા એ હરિએ વિચાર્યું કે “આ સિંહ અરહિત છે અને હું અઝવાળો છું, તો અસ્રરહિતની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org