SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૭ સર્ગ ૧ લે] મૃગાવતીદેવીએ જોયેલ સાત સ્વપ્ન પછી પિતાના અચલકુમારને સાથે લઈ તે દક્ષિણ દેશમાં ચાલી ગઈ. કારણકે જ્યાં જેનેનાં હેણુનાં વચને ન સાંભળવા પડે તે દેશજ ઉત્તમ સમજવે. જાણે ન વિશ્વકર્મા હેય એવા એ અચલકુમારે એ દેશમાં પિતાની માતાને માટે માહેશ્વરી નામે એક નગરી વસાવી. પછી કુબેરે જેમ અધ્યાને ધનથી પૂરી હતી તેમ અચલ બળદેવે એ નગરીને બીજે ઠેકાણેથી લાવી લાવીને ધનવડે પૂરી દીધી. પછી તેણે કુલીન પ્રધાન અને આત્મરક્ષક સેવકની સંભાળ નીચે જાણે મૂર્તિમાન પૂરદેવી હોય તેવી પિતાની માતાને તે નગરીમાં રાખ્યા. એનું શિરોરત્ન ભદ્રાદેવી પણ શીલરૂપી અલંકારને ધારણ કરી દેવપૂજાદિક પકર્મમાં તત્પરપણે તે નગરીમાં રહેવા લાગ્યા પછી ભક્તિમાન એ અચલકુમાર પિતનપુર નગરમાં પિતાના પિતા પાસે આવ્યું. જેવો તેવો પિતા પણ સત્યરૂને પૂજ્ય છે. અચલકુમાર પૂર્વ પ્રમાણેજ પિતાની સેવા કરતે ત્યાં રહ્યો. વિદ્વાને પૂજ્ય પુરૂષના ચરિત્રની ચર્ચા કરતા નથી. હવે ચંદ્રને રેહિણીની જેમ રાજાએ મૃગલેચના મૃગાવતીને પટરાણીની પદવીએ સ્થાપન કરી. કેટલેક કાળ ગયા ૭છી વિશ્વભૂતિ મુનિને જીવ મહાશુક્ર દેવકથી ઍવીને તે મૃગાવતીની કુક્ષિમાં અવતર્યો. રાત્રીને પાછલે પહોરે વાસુદેવના જન્મને સૂચવનારાં સાત સ્વપ્ન મૃગાવતી દેવીએ સુખે સુતાં સુતાં જોયાં. પહેલે સ્વને કુંકુમની જેવી અરૂણ કેસરાવાળે, ચંદ્રની રેખા જેવા તીક્ષણ નખવાળો અને ચામરની જેવા પુચ્છને ધારણ કરનારે યુવાન કેશરસિંહ જે. બીજે સ્વપને જેમના હાથમાં (સુંઢમાં) ક્ષીરદકે ભરેલા કુંભ છે એવા બે હસ્તીએથી જેનો અભિષેક થાય છે એવા પદ્માસન પર બેઠેલા લક્ષમીદેવી જોયા. ત્રીજે સ્વપ્ન મહા અંધકારને વિદાર, રાત્રીને દિવસ કરતે અને ઉગ્ર તેજને પ્રસરાવતે સૂર્ય જે. ચોથે સ્વચ્છ અને સ્વાદિષ્ટ જળથી ભરેલ, મુખપર પુંડરીક કમળાથી અર્ચિત થયેલ અને સુવર્ણની ઘંટા તથા પુષ્પની માળાવાળે કુંભ જે. પાંચમે સ્વપ્ન અનેક જાતિના જલચર પ્રાણીઓથી ભરેલે, રત્નના સમૂહથી પ્રકાશ અને ગગનમાં કલ્લેબને ઉછાળતે સમુદ્ર જે. છઠું સ્વપ્ન પાંચવર્ણના મણિઓની કાંતિના પ્રસારથી આકાશના આંગણામાં ઇંદ્રધનુષ્યની શેભાને વિસ્તારતે રત્નને રાશિ જોવામાં આવ્યો. સાતમે સ્વને જવાળાથી આકાશને પલવિત કરતે અને દષ્ટિને આલેકવડે સુખ આપતે નિધૂમ અગ્નિ લેવામાં આવ્યું. આ પ્રમાણે સાત સ્વપ્ન જોઈ મૃગાવતી જાગી અને તેણે રાજાને તે વાર્તા જણાવી. રાજાએ કહ્યું –“દેવી! આ સ્વપ્નથી તમારે અદ્ધચક્રી (વાસુદેવ) પુત્ર થશે.” પ્રાતકાળે રાજાએ નિમિત્તિયાને બેલાવીને પણ પૂછ્યું, ત્યારે તેઓએ પણ સ્વપ્નનું ફળ તેજ પ્રમાણે કહ્યું. બુદ્ધિવાન્ પુરૂષના બોલવામાં ફેર પડતું નથી. પછી ગર્ભ સમય પૂર્ણ થશે ત્યારે દેવીએ સર્વ લક્ષણથી લક્ષિત એંશી ધનુષ્ય ઉંચા શરીરવાળે અને કૃષ્ણ વર્ણવાળે એક પુત્ર પ્રસ. તે વખતે દિશાઓ પ્રસન્ન થઈ, પૃથ્વી ઉલ્લાસ પામી અને રાજાના મનની પેઠે સર્વ જને હર્ષ પામ્યા. ગોપાલ જેમ વાડામાંથી ગાયને છેડે તેમ હર્ષ પામેલા રિપપ્રતિશત્રુ રાજાએ પૂર્વે કેદ કરેલા પુરૂષને કારાગારમાંથી છેડી મૂક્યા. આવનારી વાસુદેવપણાની લક્ષમીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy