SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વભૂતિનું વૃત્તાંત [ પર્વ છે ધારણ કરવામાં અમારી હમેશાં તારા ઉપર જ આશા હતી. તે આશાનો તું આ વખતે અકસ્માત કેમ ભંગ કરે છે? તું અમારે આપત્તિમાં ત્રાતા છે, માટે હજુ પણ વત મૂકી દે, ઈચ્છા પ્રમાણે ભેગ ભેગવ, અને પૂર્વની જેમ પુષ્પકરંડક ઉદ્યાનમાં યથેચ્છ ક્રિીડા કર.” વિશ્વનંદીનાં આવાં વચન સાંભળી વિશ્વભૂતિ બે-“હવે મારે ભેગસંપત્તિથી સર્યું; કેમકે આ વિષય સંબંધી સુખ વસ્તુતઃ દુઃખરૂપ જ છે. આ સંસારરૂપ કારાગૃહમાં સ્વજનસ્નેહરૂપ તંતુઓ મજબૂત પાશ જેવા થઈ પડે છે અને પોતાની લાળવડે જેમ કળીઓ બંધાય છે તેમ પ્રાણીઓ તેમાં મોહ પામી બંધાઈ જાય છે, તેથી હવે મને તે બાબત કાંઈ પણ કહેશે નહીં, હું ઉત્કૃષ્ટ તપનું જ આચરણ કરીશ, કારણ કે તે પરલેકમાં સહાયભૂત થવા માટે સાથે આવનાર છે.” આ પ્રમાણેને ઉત્તર સાંભળીને રાજા પશ્ચાત્તાપ કરતે ઘેર ગયે; અને વિશ્વબતિ મુનિએ ગુરૂની સાથે ત્યાંથી બીજે વિહાર કર્યો. છઠ્ઠ અમ વિગેરે તપ કરવામાં તત્પર અને ગુરૂની સેવા કરવામાં ઉદ્યમવંત એવા વિશ્વભૂતિ મુનિએ અનુક્રમે સૂત્રાર્થનું અધ્યયન કરતાં ઘણે કાળ નિગમન કર્યો. પછી ગુરૂની આજ્ઞાથી એકલવિહારી પ્રતિમાને ધારણ કરી ગ્રામ, આકર અને નગર વિગેરેમાં એકલા વિહાર કરવા લાગ્યા. વિવિધ અભિગ્રહોને ધારણ કરતા અને વિહાર કરતા એ મહામુનિ એકદા મથુરાનગરીમાં આવી ચડયા. તે વખતે એ નગરીના રાજાની કન્યા કે જે પોતાની કુઈની પુત્રી થાય તેને પરણવાને વિશાખનંદી મોટા પરિવાર સાથે ત્યાં આવ્યું હતું. મહામુનિ વિશ્વભૂતિ માસક્ષપણના પારણાને માટે ફરતા ફરતા કુમાર વિશાખનંદીની છાવણીની પાસે આવી ચડયા “આ વિAવભૂતિકુમાર” એમ બોલતા કેટલાએક પુરૂષએ તે મુનિ વિશાખનંદીને બતાવ્યા. તેને જેવાથી વિશાખનંદીને તે વખતે રોષ ઉત્પન્ન થયે. તેવામાં અચાનક એક ગાયનું ગોથું વાગવાથી વિશ્વભૂતિ મુનિ પડી ગયા. તેને પડતાં જોઈ વિશાખનંદીએ હસતાં હસતાં કહ્યું-કઠાના વૃક્ષ પરથી કોઠાંને પાડવાનું તારૂં બળ આ વખતે ક્યાં સંતાઈ ગયું?” એ વચન બોલતા એવા વિશાખનંદીને જોઈ વિશ્વભૂતિ મુનિ તે વચને અમર્ષવડે સહન કરી શક્યા નહીં, તેથી તરતજ તે ગાયને બે શીંગડાવતી પકડીને ખડના પુળાની પેઠે આકાશમાં ભમાડી. પછી નિવૃત્તિ પામી વિશ્વભૂતિ મુનિ હૃદયમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે“અહો! હું નિઃસંગ છું, તે છતાં પણ રેષવાળા આ વિશાખનંદી અદ્યાપિ મારે વિષે માઠું મન ધરાવે છે, તેથી આ ઉગ્ર પ્રભાવવાળા તપવડે હું આવતા ભવમાં ઘણું પરાક્રમવાળે થાઉં.” આ પ્રમાણે તેણે નિયાણું કર્યું. તે નિયાણાની આચના કર્યા વગર કેટી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામીને તે મુનિ મહાશુક વિમાનમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવતા થયા. - દક્ષિણ ભરતાદ્ધની ભૂમિને જાણે મુગટ હોય તેવું ઉંચા દરવાજાવાળું પિતનપુર નામે નગર છે. તે નગરમાં કિરણથી જેમ સૂય શેભે તેમ ગુણોથી શોભતે રિપ્રતિશત્ર નામે રાજા છે. છ ખંડેથી ભરતક્ષેત્રની જેમ તે રાજા છ ગુણેથી શોભતે હતે. અને ચાર દાતેથી ઐરાવતની જેમ ચાર પ્રકારની સામ, દામ, ભેદ અને દંડરપ રાજનીતિથી પ્રકાશ હતે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy