________________
૬૮] પ્રભુનું નિર્વાણ
[ પર્વ ૩ જુ ધર્મદેશના આપી. ગણધરની દેશના પૂર્ણ થયા પછી સુરઅસુરે નંદીશ્વર દ્વીપે જઈ અાહિક ઉત્સવ કરીને પિતપિતાને સ્થાને ગયા.
પ્રભુ શ્રી સુવિધિનાથના તીર્થમાં શ્વેત અંગવાળ, કાચબાના વાહનવાળ, બે દક્ષિણ ભુજાઓમાં બીજેરૂં અને અક્ષસૂત્ર તથા બે વામ ભુજાઓમાં નકુલ અને ભાલાને ધારણ કરનારે અજિત નામે યક્ષ પ્રભુની નજીક રહેનારે શાસનદેવતા થયે; તેમજ ગૌર વર્ણવાળી, વૃષભના વાહન ઉપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને અક્ષસૂત્ર તથા બે વામ ભુજામાં કલશ અને અંકુશને ધારણ કરનારી સુતારા નામે યક્ષણ પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ. એ બન્ને દેવતાઓથી અધિષ્ઠિત અને કૃપારસના સાગર જગત્પતિ પ્રભુ લેકને બેધ કરતા પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા.
અઠયાવીશ પૂર્વાગ અને ચાર માસે ઉણા એવા એક લાખ પૂર્વ પર્યત વિહાર કરતા પ્રભુને બે લાખ સાધુએ, એક લાખ ને વશ હજાર સાધ્વીઓ, આઠ હજાર ને ચારસે અવવિજ્ઞાનીઓ, દેઢ હજાર ચૌદ પૂર્વધારી, સાડા સાત હજાર મન:પર્યવજ્ઞાની, સાત હજાર અને પાંચસો કેવળજ્ઞાની, તેર હજાર વૈક્રિય લબ્ધિવાળા, છ હજાર વાદલબ્ધિવાળા, બે લાખ ને ઓગણત્રીસ હજાર શ્રાવકો અને ચાર લાખ ને તેર હજાર શ્રાવિકાઓ-આટલે પરિવાર થશે.
પ્રાતે પ્રભુ સમેતશિખર પર્વતે પધાર્યા. ત્યાં એક હજાર મુનિએની સાથે અનશન કરી એક માસ સુધી તે પ્રમાણે રહ્યા. પ્રાંતે કાર્તિક માસની કૃષ્ણ નવમીએ મૂલ નક્ષત્રે હજાર મુનિઓની સાથે શૈલેશી ધ્યાનમાં લીન થઈ પ્રભુ અવ્યયપદને પ્રાપ્ત થયા. અદ્ધ લાખ પૂર્વકુમાર વયમાં, અઠયાવીશ પૂર્વાગ સહિત અદ્ધ લાખ પૂર્વ રાજ્યપાળવામાં અને અઠયાવીશ પૂર્વાગે રહિત એક લાખ પૂર્વ વ્રતમાં–એકંદર સર્વ મળી બે લાખ પૂર્વનું આયુષ્ય શ્રી સુવિધિનાથ પ્રભુનું હતું. શ્રી ચંદ્રપ્રભ પ્રભુના નિર્વાણ પછી નેવું કેટી સાગરોપમ ગયા પછી સુવિધિ સ્વામીનું નિર્વાણ થયું. પ્રભુનું નિર્વાણ થયા પછી ઇદ્રોએ એક હજાર મુનિઓની સાથે નવમા પ્રભુને વિધિ યુક્ત શરીરસંશકાર કરવા પૂર્વક એક્ષપ્રાપ્તિને અનુપમ મહિમા કર્યો. પછી તેઓ પોતપોતાના પરિવાર સાથે સ્વસ્થાનકે ગયા.
- શ્રી સુવિધિ સ્વામીના નિર્વાણ પછી કેટલે એક કાળ જતાં હુંડાવસર્પિણ કાળના દૃષથી સાધુઓને ઉચછેદ થઈ ગયે. પછી જેમ માર્ગ ભ્રષ્ટ થયેલા વટેમાર્ગુઓ બીજા જાણીતા મુસાફરોને માર્ગ પૂછે તેમ ધર્મના અન્ન લેક સ્થવિર શ્રાવકને ધર્મ પૂછવા લાગ્યા. જ્યારે તેઓ પિતાને અનુસારે ધર્મ કહેવા લાગ્યા, ત્યારે લેકે તેઓની શ્રાવકચિત અર્થપૂજા કરવા લાગ્યા; એવી રીતે પૂજા થવાથી દ્રવ્યાદિકમાં લુબ્ધ થઈને એ સ્થવિર શ્રાવકોએ તત્કાળ નવાં કૃત્રિમ શાસ્ત્રો રચી તેમાં વિવિધ જાતનાં મોટાં ફળવાળાં દાને પ્રગટ કર્યા. તેવા પ્રતિદિન દ્રવ્યાદિકમાં લુબ્ધ આચાર્યો થઈને તેઓએ આલેક તથા પરલોકમાં નિશ્ચિત મેટાં ફળવાળાં કન્યાદાન, પૃથ્વીદાન,
૧ મહા કનિષ્ટ અવસર્પિણી તે હુંકાવસર્પિણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org