________________
૮૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
fક્ષા-નિરંપત્તિો-જો એ રીતે નિદ્રા ન ઊડે તો નિઃશ્વાસનું નિર્ધન કરે અને તેવી રીતે પણ નિદ્રા દૂર થતાં પ્રકાશવાળા દ્વારા સામું જુએ.
ધર્મસંગ્રહકારે ઉત્તરાર્ધની અઠ્ઠાવીસમી ગાથાનું વિવેચન કરતાં જણાવ્યું છે કે-અસ્થમfપ નિદ્રાઓfમમૂત. નિઃશ્વાસે સદ્ધિ તથાણપતનિદ્ર સાતોદારે પતિ’–‘એમ કરતાં પણ નિદ્રાથી ઘેરાયેલો રહે તો નિઃશ્વાસ રોકી રાખે, અને તેવી રીતે પણ નિદ્રા દૂર કરીને પ્રકાશ આવતો હોય તે બારણા તરફ જુએ.'
પરંપરામાં અહીં “સી-નિરંમણાતો' એવો પાઠ છે, પણ ઓઘનિર્યુક્તિ પ્રમુખ ગ્રંથોમાં ‘
fસાસ-નિસંપત્નિો' એવો પાઠ છે અને તે વધારે ઘટિત થતો હોય તેમ લાગે છે. કારણ કે ઊંઘમાંથી એકાએક ઊઠતાં અને ઊંઘ પૂરેપૂરી ન ઊડતાં નસકોરાં દબાવવાનાં હોય છે કે જેમાં નિઃશ્વાસનું રોજન થાય છે.
ગરૂ મે.વોલિ િti૪ો જો મારા આ દેહનું રાત્રિએ જ મરણ થાય તો મેં આહાર, ઉપાધિ અને દેહને મન, વચન અને કાયાથી વોસિરાવ્યાં છે.
સૂતાં પછી કોઈ પણ કારણસર એકાએક મૃત્યુ થઈ જાય તો અણસણ” વિના રહી ન જવાય તે માટે સાધુ તથા પોષધધારી શ્રાવકો સંથારા પર નિદ્રાધીન થતાં પહેલાં “સાગારી અણસણ' કરે છે. “સાગારી અણસણ' એટલે આગાર કે અપવાદવાળું અણસણ. અહીં અપવાદ એવો હોય છે કે “જો મારું શરીર આ રાત્રિએ અહીં પ્રમાદને પામે-મૃત્યુને પામે તો મારે અત્યારથી આહાર, ઉપધિ અને દેહનો ત્યાગ છે, અન્યથા નહિ.” જો આવો સાપવાદ ત્યાગ ન હોય તો એ ત્યાગ કાયમનો ગણાય અને ત્યારથી એ વસ્તુનો ઉપયોગ કરી શકાય નહિ.
આરાધક આત્મા સંથારાને પણ (સંલેખના) અનશનની જેમ ગણે છે, અને તેથી નિદ્રાધીન થતાં પહેલાં મંગલ ભાવના, ચાર શરણોનો સ્વીકાર, અઢાર પાપસ્થાનકોનો ત્યાગ વગેરે ક્રિયાઓ કરે છે.
વારિ મંતં-ધબ્બો મં« III ચાર પદાર્થો મંગલ છે : (૧) અહંતો મંગલ છે, (૨) સિદ્ધો મંગલ છે, (૩) સાધુઓ મંગલ છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org