________________
શ્રી પુણ્ય-પ્રકાશનું સ્તવન ૦૭૯
ગુરુ ઓળવીએ નહિ ગુરુ વિનય, કાળે ધરી બહુ માન; સૂત્ર અર્થ તદુભય કરી સૂધાં, ભણીએ વહી ઉપધાન રે.
પ્રા. જ્ઞા. ૨. જ્ઞાનોપગરણ પાટી પોથી, ઠવણી નોકારવાલી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાન ભક્તિ ન સાંભળી રે.
પ્રા. જ્ઞા. ૩. ઇત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાધ્યું જેહ; આ ભવ પરભવ, વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેલ રે, પ્રાણી ! સમકિત લ્યો શુદ્ધ પાણી, વીર પદે એમ વાણી રે.
પ્રા. સ. ૪. જિન વચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુ તણી નિંદા પરિ હરજો, ફળે સંદેહ મ રાખ રે.
પ્રા. સ. ૫. મૂઢપણું જીંડો પરશંસા, ગુણવંતને આદરીએ; સાહમ્મીને ધર્મે કરી સ્થિરતા, ભક્તિ પ્રભાવના કરીએ રે.
પ્રા. સ. ૬. સંઘ ચૈત્ય પ્રાસાદ તણો જે, અવર્ણવાદ મન લેખ્યો; દ્રવ્ય દેવકો જે વિણસાડ્યો વિણસંતો ઉલેખ્યો રે.
- પ્રા. સ. ૭. ઈત્યાદિક વિપરીતપણાથી, સમકિત ખંડ્યું જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડ તેલ રે, પ્રાણી ચારિત્ર લ્યો ચિત્ત આણી, વીર વદે એમ વાણી રે.
પ્રા. ચા. ૮. પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચનમાય; સાધુ તણે ધરમે પ્રમાદે, અશુદ્ધ વચન મન કાય રે.
પ્રા. ચા. ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org