SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગાનુસારીના ૩૫ બોલ આદિ ૧. ન્યાયસંપનવિભવ-ન્યાયથી ધન મેળવવું. સ્વામિદ્રોહ કરીને, મિત્રદ્રોહ કરીને, વિશ્વાસને ઠગીને, ચોરી કરીને, થાપણ ઓળવવી વગેરે નિંદવા યોગ્ય કામ કરીને ધન મેળવવું નહિ. ૨. શિષ્ટાચારપ્રશંસા-ઉત્તમ પુરુષોનાં આચરણનાં વખાણ કરવાં. ૩. સરખા કુલાચારવાળા પણ અન્ય ગોત્રી સાથે વિવાહ કરવો. ૪. પાપકામથી ડરવું. ૫. પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. ૬. કોઈનો અવર્ણવાદ બોલવો નહિ-કોઈની નિંદા કરવી નહિ. ૭. જે ઘરમાં પેસવા નીકળવાના અનેક રસ્તા ન હોય તથા જે ઘર અતિ ગુપ્ત અને અતિ પ્રગટ ન હોય અને પાડોશી સારા હોય તેવા ઘરમાં રહેવું. ૮. સારા આચરણવાળા પુરુષોની સોબત કરવી. ૯. માતા તથા પિતાની સેવા કરવી-તેમનો સર્વ રીતે વિનય સાચવવો અને તેમને પ્રસન્ન રાખવાં. ૧૦. ઉપદ્રવવાળા સ્થાનકનો ત્યાગ કરવો-લડાઈ, દુકાળ વગેરે અડચણવાળાં ઠેકાણાં છોડવાં. ૧૧. નિંદિત કામમાં ન પ્રવર્તવું. નિંદવા યોગ્ય કાર્યો ન કરવાં. ૧૨. આદ્રક પ્રમાણે ખરચ રાખવું. કમાણી પ્રમાણે ખર્ચ કરવું. ૧૩. ધનને અનુસરતો વેષ રાખવો. પેદાશ પ્રમાણે પોશાક રાખવો. ૧૪. આઠ પ્રકારના બુદ્ધિના ગુણને સેવવા. તે આઠ ગુણનાં નામ : ૧. શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા. ૨. શાસ્ત્ર સાંભળવું. ૩. તેનો અર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy