________________
પોસહ પારવાનું સૂત્ર ૫૯ શ્રમણોપાસકનાં નામો શ્રીમુખે ગણાવેલાં છે, તેથી તેમનાં ચરિત્રો પુનઃ વિચારવા યોગ્ય છે. લક્ષપાક તેલના ચાર ચાર શીશાઓ ફૂટી ગયા છતાં સુલસાને નિગ્રંથ સાધુઓ પ્રત્યે અણગમો ઉત્પન્ન ન થયો કે તેના અતિથિસંવિભાગની ભાવનામાં જરાયે ફરક ન પડ્યો. વળી અંબડ પરિવ્રાજક બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પચીસમા તીર્થંકરનાં રૂપો સાક્ષાત્ બતાવ્યાં, છતાંયે તેની અરિહંતદેવ પરની અટલ શ્રદ્ધામાં જરા પણ ફેરફાર થયો નહિ. તે જ રીતે આનંદ શ્રાવકે સમ્યક્ત્વ-મૂલ શ્રાવકનાં બાર વ્રતો ધારણ કર્યા પછી તેનું બને તેટલું શુદ્ધ પાલન કર્યું અને ત્યાગ-ભાવનાની ઉત્તરોત્તર વૃદ્ધિ કરી. કામદેવ શ્રાવકે પણ તે જ રીતે સમ્યક્ત્વ-મૂલ શ્રાવકનાં બાર વ્રતો ધારણ કરીને તેનું અડગતાથી પાલન કર્યું હતું અને દેવનો ઉપસર્ગ થવા પોતાની પ્રતિજ્ઞામાં જરા પણ ફેર પડવા દીધો ન હતો. તેથી આવા દઢપ્રતિજ્ઞ શ્રાવકશ્રાવિકાઓનાં (સ્ત્રી-પુરુષોનાં) જીવન આ વિષયમાં માર્ગદર્શક બને, એ પ્રસ્તુત સૂત્રનો મુખ્ય હેતુ છે.
દરેક ધાર્મિક અનુષ્ઠાન વિધિપૂર્વક કરવાથી પૂર્ણ ફળ આપે છે, તે વાત લક્ષમાં રાખી પોષધનું અનુષ્ઠાન પણ વિધિપૂર્વક ગ્રહણ કરવું જોઈએ અને વિધિપૂર્વક પાળવું જોઈએ. તેમ છતાં સરતચૂકથી કે પ્રમાદવશાત્ જો તેમાં કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો તે સંબંધમાં પશ્ચાત્તાપ કરવો જોઈએ અને તેવા સર્વ દોષો કે જેની સંખ્યા અઢારની ગણવામાં આવે છે, તેનું મિથ્યાદુષ્કૃત દેવું જોઈએ.
પોષધનું અનુષ્ઠાન આઠમ, ચૌદશ વગેરે દિવસોમાં જ થાય અને બીજા દિવસે ન થાય તેવો કોઈ નિયમ નથી. તેનું અનુષ્ઠાન બીજ, પાંચમ આદિ તિથિઓએ તેમજ શ્રીજિનેશ્વર દેવોનાં કલ્યાણક જેવા પર્વના દિવસોએ પણ થઈ શકે છે. આ અનુષ્ઠાનની મૂળ ભાવના એ છે કે સંસારની સાવદ્ય પાપમયી પ્રવૃત્તિથી નિવૃત્ત થવું એ ત્યાગમય-સંયમ જીવનનો પરિચય મેળવવા માટે પ્રયત્ન કરવો. આવો પ્રયત્ન ત્યાગ-ભાવના કેળવ્યા સિવાય થઈ શકે નહિ, તેથી પોષધમાં ચાર વસ્તુઓનો ત્યાગ કરવાનું આવશ્યક કહ્યું છે. (૧) ખાન-પાન, (૨) શરીર-સત્કાર, (૩) મૈથુન (વિષય-ભોગ) અને (૪) સાવદ્ય વ્યાપાર-સાંસારિક પ્રવૃત્તિ. આ ચારે ત્યાગ સર્વાશ થાય તો “સર્વથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org