SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭) છંદો તથા પદો કળશ (છપ્પય) નિત જપિયે નવકાર, સાર સંપત્તિ સુખદાયક; સિદ્ધ મંત્ર એ શાશ્વતો, એમ જલ્પ શ્રીજગનાયક; શ્રીઅરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાર્ય ભણીજે; શ્રીઉવજઝાય સુસાધુ, પંચ પરમેષ્ઠી થુણીજે; નવકાર સાર સંસાર છે, કુસલલાભ વાચક કહે; એક ચિત્તે આરાધતાં, વિવિધ ઋદ્ધિ વંછિત લહે. ૧૮ (૨) શ્રીનમસ્કાર-માહાભ્ય સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદ પૂરવનો સાર; એના મહિમાનો નહિ પાર, એનો અર્થ અનંત ઉદાર. સમરો મંત્ર...૧. સુખમાં સમરો દુઃખમાં સમરો, સમરો દિન ને રાત; જીવતાં સમરો મરતાં સમરો, સમરો સૌ સંઘાત. સમરો મંત્ર...૨. જોગી સમરે ભોગી સમરે, સમરે રાજા-રક દેવો સમરે દાનવ સમરે, સમરે સૌ નિઃશંક. સમરો મંત્ર...૩. અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ-સાર; આઠ સંપદાથી પરમાણો, અડસિદ્ધિ-દાતાર. સમરો મંત્ર...૪. નવપદ એનાં નવ નિધિ આપે, ભવભવનાં દુઃખ કાપે; વીરવચનથી હૃદયે વ્યાપે, પરમાતમ-પદ આપે. સમરો મંત્ર...૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy