________________
૭૧૪ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
કરુણારસ-કંદો, વંદો આનંદ આણી, ત્રિશલા-સુત સુંદર, ગુણમણિકે૨ો ખાણી. જસ પંચ-કલ્યાણક દિવસે વિશેષ સુહાવે, પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે; તે ચ્યવન-જન્મ-વ્રત, નાણ અને નિવારણ, સવિ જિનવરકેરાં એ પાંચે અહિઠાણ, જિહાં પંચ-સમિતિ-યુત, પંચ-મહાવ્રત સાર, જેહમાં પરકાશ્યા, વળી પંચ વ્યવહાર; પરમેષ્ઠી-અરિહંત, નાથ-સર્વજ્ઞ-ને પાર, એહ પંચ પદે લહ્યો, આગમ અર્થ ઉદાર. માતંગ સિદ્ધાઈ. દેવી જિન પદ સેવી, દુઃખ-દુરિત ઉપદ્રવ, જે ટાળે નિતમેવી; શાસન-સુખદાયી આઈ ! સુણો અરદાસ, શ્રીજ્ઞાનવિમલગુણ, પૂરો વાંછિત આસ.
(૫)
શ્રી સીમંધર જિનની સ્તુતિ
શ્રીસીમંધર જિનવર, સુખકર સાહિબ દેવ; અરિહંત સકલની, ભાવ ધરી કરું સેવ; સકલાગમ-પારગ-ગણધર-ભાષિત વાણી; જયવંતી આણા, જ્ઞાનવિમલ ગુણ-ખાણી.
Jain Education International
૧.
For Private & Personal Use Only
૩.
૪.
(૬)
શ્રી સીમંધરસ્વામીની-સ્તુતિ
મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી, સોનાનું સિંહાસનજી. રૂપાનાં ત્યાં છત્ર બિરાજે, રત્ન મણિના દીવા દીપેજી. કુમકુમ વરણી ત્યાં ગહુંલી બીરાજે મોતીના અક્ષત સારજી. ત્યાં બેઠા સીમંધર સ્વામી, બોલે મધુરી વાણીજી.
૧.
www.jainelibrary.org