________________
(૧૬) પ્રભુ સંમુખ બોલવાના દુહા પ્રભુ દરિશન સુખ સંપદા, પ્રભુ દરિશન નવ નિધ, પ્રભુ દરિશનથી પામીએ, સકલ પદારથ સિદ્ધ. ૧. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન. જીવડા જિનવર પૂજીએ, પૂજાના ફળ હોય; રાજા નામે પ્રજા નમે, આણ ન લોયે કોય. ફૂલડાં કેરા બાગમાં, બેઠા શ્રી જિનરાજ; જેમ તારામાં ચંદ્રમા, તેમ શોભે મહારાજ. વાડી ચંપો મોરિયો, સોવન પાંખડીએ; પાર્શ્વ જિનેશ્વર પૂજીએ, પાંચે આંગળીએ. ત્રિભુવન નાયક તું ધણી મહા મોટો મહારાજ; મોટે પુણ્ય પામીએ, તુમ દરિશન હું આજ. ૬. આજ મનોરથ સવિ ફળ્યાં, પ્રગટ્યાં પુણ્ય કલ્લોલ; પાપ કરમ દૂરે ટળ્યાં, નાઠાં દુઃખ દંદોલ. પંચમ કાળે પામવો, દુર્લભ પ્રભુ દેદાર; તો પણ તારા નામનો, છે મોટો આધાર. પ્રભુ નામકી ઔષધિ, ખરા ભાવથી ખાય; રોગ પીડા વ્યાપે નહિ, મહા દોષ મીટ જાય. પાંચ કોડીને ફૂલડે પામ્યા દેશ અઢાર; કુમારપાલ રાજા થયો, વર્યો જય જયકાર. શાન્તિનાથજી સોળમાં, જગ શાન્તિ સુખકાર; શાન્તભાવે ભક્તિ કરે, તરત તરે સંસાર.
૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org