________________
પ્રતિક્રમણ-વિધિદર્શક પ્રાચીન ગાથાઓ૦૬૩૩ તેમાં એક લોખ્ખસ્સનું ચિંતવન કરીને કાઉસ્સગ્ન પારે. પછી નિર્મળ-સમ્યક્તવાળો બનેલો શ્રુતની સાધના માટે “પુખરવરદીવ' સૂત્ર બોલે. ૧૩.
પછી (કાયોત્સર્ગ-સૂત્ર બોલી) પચીસ શ્વાસોચ્છવાસનો (અર્થાત્ એક લોગસ્સનો) કાઉસ્સગ્ન કરે અને વિધિપૂર્વક પારે. ત્યાર પછી સઘળી કુશલક્રિયામાં ફળ માટે સિદ્ધોનું સ્તવન (‘સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર) બોલે. ૧૪.
હવે શ્રુતની સમૃદ્ધિ માટે શ્રુતદેવીનો કાઉસગ્ગ કરે, એમાં એક નવકારનું ચિંતવન કરે અને તે(શ્રુતદેવી)ની સ્તુતિ બોલે અથવા સાંભળે. ૧૫.
એ જ પ્રમાણે ક્ષેત્રદેવીનો કાઉસગ્ન કરે અને તેની સ્તુતિ બોલે અથવા સાંભળે. પછી “પંચમંગલ' (નમસ્કાર) સૂત્ર બોલીને સંડાસાનું પ્રમાર્જન કરીને નીચે બેસે. ૧૬.
પૂર્વ વિધિ પ્રમાણે (શરીર-સહિત) મુહપત્તીની પ્રતિલેખના કરી ગુરુને વાંદણાં દઈ “ઇચ્છામો અણસર્કિં' બોલીને ઢીંચણ પર બેસે. ૧૭.
પછી ગુરુ વડે બોલાતી સ્તુતિ સાંભળીને વધતા અક્ષરે અને વધતા સ્વરે ત્રણ સ્તુતિ (“નમોસ્તુ વદ્ધમાનાય) બોલે, ત્યાર પછી શકસ્તવ (નમો ત્યુ ણ) અને સ્તવન બોલીને પ્રાયશ્ચિત્ત-નિમિત્ત કાઉસ્સગ્ન કરે. ૧૮.
આ પ્રમાણે તો દેવસિક પ્રતિક્રમણ જાણવું. રાત્રિક પ્રતિક્રમણ પણ એ જ પ્રમાણે છે. કિન્તુ તેમાં વિશેષતા એટલી કે પ્રથમ મિથ્યાદુષ્કૃત દઈને (અર્થાત “સબસ્સ વિ' સૂત્રથી પ્રતિ. ઠાઈ) પછી શક્રસ્તવ (નમો © ણ) બોલે. ૧૯,
ઊભા થઈને વિધિપૂર્વક (અર્થાતુ “કરેમિ ભંતે' વગેરે સૂત્રો ભણીને) કાઉસ્સગ્ન કરે. અને એમાં એક લોગ્ગસ્સનું ચિંતવન કરે. બીજો કાઉસ્સગ્ગ પણ દર્શનાચારની શુદ્ધિ માટે એ જ પ્રમાણે કરે, અને લોગસ્સનું ચિંતવન કરે. ૨૦.
ત્રીજા કાઉસ્સગ્નમાં રાત્રિના અતિચારોનું યથાક્રમ ચિતવન કરીને તે પારે, અને સિદ્ધસ્તવને ભણી સંડાસા(અર્થાત ઉરુ વગેરેના સંધિ-ભાગ)નું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org