________________
૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
પ્રમાર્જનાપૂર્વક યતના (જયણા) કરવી.
પરિઝાપરના સમિતિ-મલ, મૂત્ર, શ્લેખ આદિને છોડવામાં - ત્યાગ કરવામાં સમ્યફ પ્રવૃત્તિ સમિતિ વિશેષ.
મન કુતિ-મનને અશુભ ધ્યાનથી રોકી શુભ ધ્યાનમાં લગાડવું. મનનો સંયમ.
વન અતિ-વાણીનો પ્રશસ્ત નિગ્રહ. જરૂર વિના બોલવું નહીં. વચનનો સંયમ.
#ાય ગુણિ-શરીરનો પ્રશસ્ત નિગ્રહ-આગમાનુસારે કાયચેષ્ટાનો નિયમ છે. જિતેન્દ્રિયપણું.
એ પાંચ સમિતિ-ધર્યાસમિતિ આદિ પાંચ સમિતિ તે. ત્રણ ગુપ્તિ-મનગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ તે.
એ આઠ પ્રવચન-માતા-પાંડ સમિતિ અને ત્રણ ગુપ્તિનું ભેગું નામ અષ્ટપ્રવચનમાતા છે.
શ્રાવકતણધર્મ-શ્રાવકના ધર્મ વિશે (સમ્યક્ત મૂળ બાર વ્રતો તથા સંલેખના, અને છ આવશ્યક વગેરે ધર્મ) તે.
સામાયિક-બે ઘડી સુધી સમતાભાવમાં રહેવું તેમાં (સામાયિકવ્રતમાં).
પોસહલીધે જેમાં જિનેશ્વર દેવોએ કહેલા આહારત્યાગ આદિનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરાય તેવા પોષધવ્રતમાં.
રૂડીપેરે પાળી નહીં-અષ્ટપ્રવચનમાતાને સારી રીતે આરાધી નહીં.
ખંડન-પ્રવચનમાતાનું પાલન કરતાં ખંડિત થવાપણું તે અથવા અતિચાર લાગવાપણું.
વિરાધના-વિકૃત થયેલી આરાધના, આરાધનામાં ખામી કે ભૂલ રહી હોય તે.
હુઈ હોય તે સવિહુ મન વચન કાયાએ કરી-મનથી, વચનથી, કાયાથી પ્રવચનમાતાના પાલનમાં ખંડન કે વિકૃતિ થઈ હોય તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org