________________
૩૮ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
વિક્ષેપને લીધે હું ભગવાન મહાવીર પાસેથી જાણેલા ધર્મમાર્ગને બરાબર અનુસરી શકતો નથી, તેથી મેં એવો વિચાર કર્યો છે કે, મારાં આ બધાં કુટુંબીઓ સમક્ષ તને બધો ભાર સોંપી, સૌની રજા લઈ, કોલ્લાક પરામાં જઈ, ત્યાં જ્ઞાતૃ (ત) વંશી ક્ષત્રિયોના મહોલ્લામાં આવેલી પોષધશાળામાં રહું અને ભગવાન મહાવીર પાસેથી જાણેલા ધર્મ-માર્ગને અનુસરું.’
જ્યેષ્ઠ પુત્રે આનંદ ગૃહપતિની આ વાત વિનય-પૂર્વક કબૂલ રાખી. એટલે આનંદ શ્રમણોપાસકે બધાં સગાં-સંબંધીઓને કહ્યું કે ‘હે દેવાનુપ્રિયો ! હું મારા પુત્રને કુટુંબનો બધો ભાર સોંપું છું. માટે હવેથી કોઈ મને કશી બાબતમાં પૂછશો નહિ, તેમ જ મારી સલાહ માગશો નહિ. વળી (કૌટુંબિક પ્રસંગોએ મને આવનારો ગણી) મારા માટે ખાન-પાન વગેરે કાંઈ તૈયાર કરાવશો નહિ.’
ત્યાર પછી આનંદ શ્રમણોપાસક જ્યેષ્ઠ પુત્ર તથા મિત્ર, જ્ઞાતિ, સ્વજન સંબંધી વગેરેની રજા લઈ, પોતાના ઘરથી નીકળી વાણિજ્યગ્રામમાંથી બહાર આવ્યો, તથા કોલ્લાકપરામાં જઈ ત્યાં જ્ઞાતૃ(ત)વંશી ક્ષત્રિયોના મહોલ્લામાં આવેલી પોષધશાળાએ આવ્યો. પછી તે પોષધશાળાના મકાનને વાળી, પૂંજી, મળ-મૂત્ર પરઠવવાનાં સ્થાનો બરાબર તપાસી, ડાભને સંથારે બેસી, પોષધોપવાસ કરતો, શ્રમણ ભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મમાર્ગને અનુસરતો ત્યાં રહેવા લાગ્યો.’
સાધુ-જીવનની પૂર્વતૈયારીરૂપ શ્રાવકની અગિયાર પ્રતિમાઓમાં ચોથી પ્રતિમા ‘પોષધ-પ્રતિમા' નામની હોય છે. તેમાં ‘પોષધોપવાસ' વ્રતને-તેના પાંચ અતિચારો પૈકી એક પણ અતિચાર લાગવા દીધા સિવાય ચાર માસ સુધી બરાબર પાળવાનું હોય છે.
આ રીતે પોષધનું અનુષ્ઠાન ધર્મ-સાધનાને પુષ્ટ કરવાના હેતુથી કરવામાં આવે છે અને તેનું ફળ કર્મ-નિર્જરા કે આધ્યાત્મિક શાંતિ છે. આ વ્રતનું અનુષ્ઠાન આઠમ, ચૌદશ આદિ પર્વદિવસોએ કરવામાં આવે છે. તેનો વિસ્તૃત વિધિ અન્યત્ર જણાવેલો છે.
(૭) પ્રકીર્ણક
આ સૂત્રનો પાઠ આવશ્યકસૂત્રના પ્રથમ અધ્યયનમાં આવેલા ‘કરેમિ ભંતે' સૂત્ર પરથી યોજાયેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org