SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ સંતિક સ્તવનપ૩૫ सिरिगोयम-पय-कमलं, झायन्ती माणुसुत्तर-नगस्स । सिहरम्मि ठिया णिच्चं, संघस्स य मह सुहं देउ ॥३॥" આ વિદ્યાના બીજા સ્થાનમાં રહેલી, નિરુપમ માહાત્મવાળી, સહસ્રભુજાથી યુક્ત, શાંતસ્વરૂપા, શ્રીગૌતમના પદકમલનું ધ્યાન ધરતી, માનુષોત્તર-પર્વતના શિખર પર રહેલી ત્રિભુવનસ્વામિની નામની દેવી શ્રીસંઘને તથા મને સુખ આપો. આચાર્ય શ્રીભદ્રગુપ્ત અનુભવસિદ્ધ મંત્રદ્ધાત્રિશિકાના “સર્વ-કર્મકર મંત્રાષ્ટક નામના અધિકારમાં જણાવ્યું છે કે त्रिभुवनस्वामिनी विद्यां, त्रिभुवनस्वामिताऽऽस्पदम् । विद्यां स्मरत हे धीराः !, यद्यक्षयसुखेच्छवः ॥१९॥ હે ધીરપુરુષો ! જો તમે અક્ષયસુખના ઈચ્છુક હો, તો ત્રણ ભુવનના સ્વામિત્વથી યુક્ત ત્રિભુવન સ્વામિની નામની વિદ્યાનું સ્મરણ કરો પ્રસ્તુત કાત્રિશિકાના “શુભાશુભાદિ-નિરૂપણ'-મંત્રાષ્ટક નામના ચતુર્થ અધિકારમાં જણાવ્યું છે કે एष लोके महामन्त्रः, पञ्चानां परमेष्ठिनाम् ।। ત્રિભુવન સ્વામિની' નામ, પુષ્યનમ્યા મહાત્મમ: ભરૂરા આ લોકમાં પંચપરમેષ્ઠીનો મંત્ર એ મહામંત્ર છે. તેની અધિષ્ઠાત્રી ત્રિભુવનસ્વામિની દેવી મહાપુરુષોને પુણ્ય વડે પ્રાપ્ત થાય છે.' શ્રીદેવી તથા ગણિપિટક યક્ષરાજનો પરિચય શ્રીમેરૂતુંગાચાર્યે સૂરિમુખ-મંત્રકલ્પમાં આ પ્રમાણે આપ્યો છે ? पउमदह-पउम-निलया, चउसट्ठि-सुराहिवाण मय-महणी । સબં-મૂળ-ધરી, પગમતી યમુળe Iઝા. વિનવા-નવા-નવની-ના-મદી–સYojના તફu | विज्जापए निविठ्ठा, सिरिसिरिदेवी सुहं देउ ॥५॥ પદ્મદ્રહના પદ્યમાં રહેલી, ચોસઠ ઈંદ્રોના ગર્વનું મથન કરનારી, સર્વ અંગે આભૂષણોને ધારણ કરનારી, ગૌતમ મુનીંદ્રને પ્રણામ કરી રહેલી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy