SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહચ્છાન્તિ ૦૪૮૯ (૨૨-૪) સરલ છે. (૨૨-૫) હું નેમિનાથ તીર્થકરની માતા શિવાદેવી તમારા નગરમાં વસું છું, તેથી અમારું ને તમારું શ્રેય થાઓ, તેમ જ ઉપદ્રવોનો નાશ કરનારું કલ્યાણ થાઓ. (૨૩-૩-૪-૫) ૩૫. ક્ષથે યતિ-વગેરે. પૂર્વવત્. (૨૪-૩-૪-૫) સર્વમત્તમાર્ચ-વગેરે. પૂર્વવત્. સૂત્ર-પરિચય પ્રતિક્રમણની વર્તમાન સામાચારીમાં ત્રણ સૂત્રો “શાંતિ' નામવાળા આવે છે. તેમાં મહર્ષિ નંદિષેણકૃત ‘નિય-સંતિથ' જે સામાન્ય રીતે “અજિત-શાંતિ-સ્તવ' કે “અજિત-શાંતિ' તરીકે ઓળખાય છે, તે એની મંગલમય રચનાને કારણે ઉપસર્ગનિવારક અને રોગ-વિનાશક મનાય છે; શ્રીમાનદેવસૂરિ-કૃત “શાંતિ-સ્તવ' જે સામાન્ય રીતે “લઘુ-શાંતિ' તરીકે ઓળખાય છે, તે એની મંત્રમય રચનાને કારણે સલિલાદિ-ભય-વિનાશી અને શાંત્યાદિકર મનાય છે; અને વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ-કૃત આ શાંતિપાઠ, જે સામાન્ય રીતે બૃહચ્છાંતિ’ કે ‘વૃદ્ધશાંતિ'(મોટી શાંતિ)ના નામથી ઓળખાય છે. તે એમાં આવેલા શાંતિમંત્રોથી શાંતિકર, તુષ્ટિકર અને પુષ્ટિકર મનાય છે. કેટલીક પ્રતિઓમાં તેનો પરિચય વૃદંછાન્તિ-પર્વતવ, વૃદંછાન્તિસ્તોત્ર,વૃદ્ધ-શાંતિ-સ્તવ વગેરે નામોથી પણ આપવામાં આવ્યો છે. આ સૂત્ર જિનબિંબની પ્રતિષ્ઠા, [રથયાત્રા તથા સ્નાત્રના અંતે બોલવાનું સૂચન, તેમાં આવતા “તભૂગા યાત્રી--સ્ત્રીત્રાદ્રિ-મહોત્સવીનત્તરીતિ કૃત્વા” તથા “અષા શાન્તિઃ પ્રતિક-યાત્રા-સ્નાત્રીદ્યવસાપુ પાઠમાંથી મળે છે. આમ છતાં તેની મંગલમયતાને કારણે તે પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે પણ બોલવામાં આવે છે. પ્રસ્તુત સૂત્રની રચના સંસ્કૃત ભાષામાં છે. તે જો સંહિતા-પૂર્વક બોલવામાં આવે, તો અત્યંત આહલાદ ઉત્પન્ન કરે છે. આ સૂત્રનો પ્રારંભ કવિઓને અતિપ્રિય એવા મંદાક્રાંતા વૃત્તથી થાય છે અને તેમાં પણ પ્રથમ મગણનો ઉપયોગ હોવાથી-“જો ભૂમિ: શિયામાતનોતિ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy