SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૧) ઈદ્ર-બધા દેવોનો સ્વામી. (ર) સામાનિક-આયુષ્ય વગેરેમાં ઇંદ્રના જેવા. (૩) ત્રાયસ્ત્રિશ-ગુરુ-સ્થાનીય, મંત્રી અથવા પુરોહિતનું કામ કરનારા. (૪) પારિષદ્ય-મિત્રનું કામ કરનારા સભ્ય દેવો. (૫) આત્મરક્ષક-શસ્ત્ર લઈને આત્મરક્ષકરૂપે ઇંદ્રની પીઠ પાછળ ઊભા રહેનારા. (૬) લોકપાલ-સરહદની રક્ષા કરનારા. (૭) અનીક-સૈનિક તથા સેનાધિપતિનું કામ કરનારા. (૮) પ્રકીર્ણક-ખાસ ફરજ વિનાના-સામાન્ય. (૯) આભિયોગ્ય-સેવા કરનારા. (૧૦) કિલ્બિષિક-અંત્યજ જેવા. વ્યંતર અને જ્યોતિષ્ક દેવોમાં ત્રાયસિંશ અને લોકપાલ સિવાયની આઠ જાતિઓ હોય છે. સુરેન્દ્રો અને અસુરેન્દ્રોની સંખ્યા ચોસઠની છે, તે આ રીતે - વૈમાનિકના ૧૦ ઈદ્રો સૌધર્મ-સૌધર્મેન્દ્ર. ઐશાન-ઈશાનેદ્ર. સનકુમાર-સનસ્કુમારેન્દ્ર. માહેંદ્ર-માહેંદ્ર. બ્રહ્મલોક-બ્રહ્મદ્ર. લાન્તક-લાન્તકેન્દ્ર. મહાશુક્ર-મહાશુક્રેન્દ્ર. સહસ્ત્રાર-સહસ્ત્રારેંદ્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy