SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ ૦ ૪૩૩ થાય છે કે મહર્ષિ નંદિષેણ પ્રભુ મહાવીરના શાસનમાં થયેલા આગમધર મહર્ષિ જણાય છે, પછી તે શ્રેણિક-પુત્ર નંદિષેણ હોય કે અન્ય નંદિષેણ હોય. વળી આ સ્તવનો સ્પષ્ટ ઉલ્લેખ શ્રીસંઘદાસગણિ ક્ષમાશ્રમણે બૃહત્કલ્પસૂત્રના લઘુભાષ્યમાં આ પ્રમાણે કરેલો છે : अविधि-परिटुवणाए, काउस्सग्गो गुरु समीवम्मि | માત-સંતિ-નિમિત્તે, થયો તો અનિત-સંતીમાં ૬૪૬'' શ્રમણના દેહને પરિઠવતાં કંઈ અવિધિ થયો હોય, તો ગુરુ-સમીપે કાયોત્સર્ગ કરવો અને મંગલ તથા શાન્તિ નિમિત્તે ‘અજિત-શાંતિ-સ્તવ’ બોલવો. શ્રીસંઘદાસગણિ ક્ષમાશ્રમણ, વિશેષાવશ્યક-ભાષ્ય અને વિશેષણવતી વગેરે રચનાર શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પહેલાં થઈ ગયા જણાય છે, એટલે આ સ્તવના રચયિતા મહર્ષિ નંદિષેણ તે બંને ક્ષમાશ્રમણો પહેલાં થઈ ગયા છે-એ સુનિશ્ચિત છે. (૬) સ્તવનું સાહિત્ય અને અનુકરણ આ સ્તવ ૫૨ શ્રીગોવિંદાચાર્યે (૧), શ્રીજિનપ્રભસૂરિએ (૨) વિ. સં. ૧૩૬૫ના પોષ વિદ ૨], નાગપુરીય તપાગચ્છના શ્રીહર્ષકીર્તિસૂરિએ (૩), તથા ઉપાધ્યાય શ્રીસમયસુંદરગણિએ (૪) ટીકાઓ રચેલી છે. શ્રી જિનપ્રભસૂરિની ટીકા બોધદીપિકા નામથી પ્રસિદ્ધ છે અને બીજી ટીકાઓ કરતાં વધારે વિસ્તારવાળી છે. શ્રીગુણધરસૂરિએ (૫) આ સ્તવ પર અવસૂરિ રચેલી છે અને અન્ય મુનિ પુંગવોએ તેના પર વાર્તિકો રચેલાં છે. આ સ્તવનાં અનુકરણરૂપે શ્રીવીરગણિએ (૧) આઠ અપભ્રંશ ગાથામાં લઘુ અજિત-શાંતિ-સ્તવની રચના કરી છે. શ્રીજિનવલ્લભગણિએ (૨) લઘુ અજિત-શાન્તિ-સ્તવના નામથી ઓળખાતા ૧૭ પ્રાકૃતગાથાવાળા ‘જ્ઞાતિપ્રથૅત્ત'ની રચના કરી છે. શ્રીધર્મઘોષગણિએ (૩)૧૭ પ્રાકૃતગાથાવાળા મંત્ર-ગર્ભિત અજિત-શાંતિ-સ્તવની રચના કરી છે અને ઉ. પ્ર.-૩-૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy