________________
અજિત-શાંતિ-સ્તવ ૨૮૯
મર્દ [મન]-પાપ રહિત. જેને સમય નથી તે મનય. મધ-પાપ. અરયં-[સરગસF]-બધ્યમાન-કર્મથી રહિત. ગરતં મનાયમ્' (બો.દી.).
યં-[મન]-રોગ-રહિત. “અન્ન નીરો.” (બો. દી.) નિયં-[નિત]-કોઈથી ન જિતાયેલા, પરાભવરહિત. નિયં-[ગત-શ્રી અજિતનાથને. પયમો-[પ્રયતઃ]પ્રણિધાન-પૂર્વક. પાને-[મા]િ-પ્રણામ કરું છું.
(૧૯-૨૦-૨૧-૪) સરલ છે. આ વિશેષક વડે તીર્થકરનું દેવાધિપણું દર્શાવવામાં આવ્યું છે. ' (૧૯-૨૦-૨૧-૫) નિશ્ચલતા-પૂર્વક ભક્તિથી નમેલા મસ્તક પર બે હાથ જોડનારા ઋષિઓના સમૂહથી સારી રીતે ખવાયેલા; ઇંદ્ર-કુબેરાદિ લોકપાલ દેવો, અને ચક્રવર્તીઓ વડે ખવાયેલા, વંદાયેલા અને પૂજાયેલા; તપ વડે તત્કાલ ઉદય પામેલા શરઋતુના સૂર્યથી ઘણી વધારે કાંતિવાળા, આકાશમાં વિચરતાં વિચરતાં એકઠા થઈ ગયેલા ચારણ મુનિઓથી મસ્તક વડે વંદાયેલા, અસુરકુમાર, સુપ(વ)ર્ણકુમાર વગેરે ભવનપતિ દેવો વડે ઉત્કૃષ્ટ પ્રણામ કરાયેલા; કિન્નર અને મહોરગ વગેરે દેવો વડે પૂજાયેલા; શતકોટિ વૈમાનિક દેવો વડે ખવાયેલા શ્રમણ-પ્રધાન ચતુર્વિધ સંઘ વડે વિધિપૂર્વક વંદાયેલા, ભય-રહિત, પાપ-રહિત, કર્મ-રહિત, રોગ-રહિત અને કોઈથી પરાભવ ન પામેલા શ્રી અજિતનાથ દેવાધિદેવને હું મન, વચન અને કાયાના પ્રણિધાનપૂર્વક પ્રણામ કરું છું.
(૨૨-૨૩-૨૪-૩) માયા-(માતા:)- આવેલા.
वर-विमाण-दिव्व-कणगरह-तुरय-पहकर-सएहिं-(वरविमान-दिव्य નરથ-01-Jર–શતૈ:)-સેંકડો શ્રેષ્ઠ વિમાન સેંકડો દિવ્ય મનોહર પ્ર.-૩-૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org