________________
સાતમું અંગ પ્રકીર્ણક આ અંગમાં પાઠનો મૂળ આધાર કયા સૂત્ર, સિદ્ધાંત કે માન્ય ગ્રંથોમાં મળે છે, તે જણાવેલું છે. તદુપરાંત ઉપલબ્ધ થતી સઘળી માહિતીઓ આપવામાં આવી છે.
શ્રી પ્રતિક્રમણસૂત્ર-પ્રબોધટીકાના નામથી અષ્ટાંગ વિવરણપૂર્વક ત્રણ વિભાગમાં વિભક્ત હતું. તે ગ્રંથની નકલો અલભ્ય થતાં પહેલા ભાગની હવે ત્રીજી આવૃત્તિ તથા બીજા અને ત્રીજા ભાગની બીજી આવૃત્તિ મુદ્રિત કરાવવા માટે તે ત્રણે ભાગોને આઘંત તપાસી જઈને યોગ્ય સંસ્કરણ સાથે સપ્તાંગી વિવરણપૂર્વક તૈયાર કરવામાં આવી છે. તેમાં આવશ્યકતા પ્રમાણે યોગ્ય સુધારા વધારા પરમ પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરની નિશ્રા નીચે કરવામાં આવ્યા છે.
આ પ્રમાણે સંસ્કરણ કરાયેલા ત્રણેય ભાગોનું વિવરણ સાત અંગોમાં વિભક્ત થયેલું છે.
જૂની આવૃત્તિમાં ત્રીજું અંગ-ગુજરાતી છાયા અનાવશ્યક જણાતાં તે પ્રસ્તુત ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું નથી.
અર્થનિર્ણય-જૂની આવૃત્તિમાં વિવરણના આ પાંચમા અંગને પ્રસ્તુત ગ્રંથમાં તાત્પર્યાર્થના નવા નામથી ચોથા અંગ તરીકે નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે.
આધારસ્થાન-જૂની આવૃત્તિમાં વિવરણના આ આઠમા અંગને પ્રસ્તુત ગ્રંથમાં સાતમા અંગ પ્રકીર્ણકના નવા નામથી નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. તેમાં તે તે સૂત્રોના પ્રાચીન આધાર દર્શાવે તેવા ગ્રંથ આદિની નોંધ કરવામાં આવી છે, અને કોઈ વિશેષ માહિતી હોય તે પણ આપવામાં આવી છે.
પ્રસ્તુત ગ્રંથના ત્રણે ભાગોનું નામ હવેથી શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (પ્રબોધટીકા) રાખવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org