________________
શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (પ્રબોધટીકા)
સાત અંગોની સામાન્ય સમજૂતી* પહેલું અંગ મૂલપાઠ
આ અંગમાં પરંપરાથી નિર્ણીત થયેલો તથા વિવિધ પોથીઓના આધારે શુદ્ધ કરેલો પાઠ આપેલો છે.
બીજું અંગ-સંસ્કૃત છાયા
આ અંગમાં સમજવાની સરળતા ખાતર મૂલપાઠના ક્રમ પ્રમાણે સંધિ કર્યા વિનાનાં સંસ્કૃત પદો આપેલાં છે.
ત્રીજું અંગ-સામાન્ય અને વિશેષ અર્થ
આ અંગમાં વ્યુત્પત્તિ અને ભાષાના ધોરણે દરેક પદના સામાન્ય અને વિશેષ અર્થો આપેલા છે.
ચોથું અંગ-તાત્પર્યાર્થ
આ અંગમાં પરંપરા, પરિભાષા અને સંકેત વડે થતાં પદો અને વાક્યોના અર્થનો નિર્ણય જણાવેલો છે.
પાંચમું અંગ-અર્થ-સંકલના
આ અંગમાં પરંપરા, પરિભાષા અને સંકેત વડે નિર્ણીત થયેલાં અર્થની સંકલના શુદ્ધ ગુજરાતીમાં આપેલી છે,
છઠ્ઠું અંગ-સૂત્ર-પરિચય
આ અંગમાં સૂત્રની અંતર્ગત રહેલો ભાવ તથા તેની રચના અંગેનું મહત્ત્વ દર્શાવેલું છે.
પહેલા ભાગની બે આવૃત્તિમાં અને બીજા તથા ત્રીજા ભાગની પહેલી આવૃત્તિમાં અષ્ટાંગી વિવરણ હતું તેનું હવે ત્રણેય ભાગમાં સપ્તાંગી વિવરણ કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org