________________
પચ્ચકખાણનાં સૂત્રો ૧૧૧
पुष्करमूल-जवासकमूल-बावची-तुलछी[सी] कपूरी-कंदादिकं । जीरकं सभाष्यप्रवचनसारोद्धाराभिप्रायेण स्वाद्यं कल्पवृत्त्यभिप्रायेण तु खाद्यम्, अजमकं વાદ્યમ્ તિ વત્ ' (શ્રા. વિ. ૪૪) “સ્વાદિમ(ઘ)-સૂંઠ, હરડે, પીપર, મરી, જીરું, અજમો, જાયફળ, જાવંત્રી, કસેલો, કાથો, *ખરસારની ગોળી, જેઠીમધ, તજ, તમાલપત્ર, એલચી, લવિંગ, કુઠ(ઉપલેટ), વાવડીંગ, બિડલવણ, અજજંક, અજમોદ, કુલિંજન (પાનની જડ), પીપરીમૂળ (ગંઠોડા), ચણકબાબ, કચૂરો, મોથ, કાંટાળીઓ, કપૂર, સંચળ, હરડાં, બહેડા, કુંભઠ (કુમઠીઆ), તથા બાવળની ધવ (ધાવડી), ખેરની ખીજડા વગેરેની છાલ, તેમજ એનાં પત્ર, સોપારી, હિંગાષ્ટક, હિંગુત્રેવીસઓ, પંચફૂ(ફોલ, પુષ્કરમૂળ, જવાસાનું મૂળ, બાવચી, તુલસી, કપૂરચંદ વગેરે. જીરું ભાષ્ય (પચ્ચકખાણ ભાસની ગાથા ૧૫.) તથા પ્રવચનસારોદ્ધારાદિકના અભિપ્રાયથી સ્વાદિમ ગણાય છે; જ્યારે કલ્પવ્યવહારવૃત્તિના અભિપ્રાયથી ખાદ્ય ગણાય છે. કેટલાક આચાર્યો અજમાને પણ ખાદિમ કહે છે.”
અન્નત્ય-()-સિવાય કે હવે પછી જણાવેલા આગારો સિવાય.
મો-(નામોન)-ભૂલી જવાથી. 'आभोगनमाभोग : न आभोगोऽनाभोग:-अत्यन्तविस्मृतिरित्यर्थः ।' (આ. ટી.)-“આભોગન તે આભોગ, ન આભોગ તે અનાભોગ. અર્થાત અત્યંત વિસ્મૃતિ થવી તે અનાભોગ કહેવાય છે.” “અમુક વસ્તુનું પ્રત્યાખ્યાન કર્યું છે' એવો ખ્યાલ સદંતર ભુલાઈ જવાથી કોઈ વસ્તુ ખવાઈ જવાય કે મુખમાં મૂકી દેવાય તો અનાભોગ' થયો કહેવાય. તેનાથી પ્રત્યાખ્યાનનો ભંગ ન ગણવો એવું સ્પષ્ટીકરણ આ પદ વડે કરવામાં આવ્યું છે. બીજા આગારોમાં પણ તેમ જ સમજવું.
* ૧. ખરસાર-ખેરમાંથી નીકળતો પદાર્થ.
૨. બિડલવણ-બનાવટી મીઠું. ૩. કચૂરો-ઝેર કોચલું. ૪. વાવડીંગ-વાયવડિંગ. ૫. ચણકબાબ-ચિનીકબાલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org