________________
૮૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
ક્ષેત્રથી-“હું કોઈ નાના ગામમાં છું કે શહેરમાં છું? અમુક ગામનગરમાં પણ હું મારા કે બીજાના ઘરમાં છું? તે અમુક ઘરમાં પણ હું નીચે કે પહેલે-બીજે મજલે (માળ) છું ?” વગેરે યાદ કરવું. કાળથી “અત્યારે રાત્રી છે કે દિવસ ? રાત્રીએ પણ હમણાં કયો પ્રહર કયો સમય છે ?” વગેરે નક્કી કરવું. અને ભાવથી “હું કયા કુલનો છું? મારો ધર્મ કયો છે? અથવા મેં ક્યાં કયાં વ્રતો વગેરે સ્વીકારેલાં છે ?” ઇત્યાદિ સ્મરણ કરવું. એમ દ્રવ્ય-ક્ષેત્રાદિનો ઉપયોગ મૂકવો.
(૯) છતાં નિદ્રા બરાબર ન ઊડે તો નાક દબાવવું અને શ્વાસ રોકવો. તેથી થોડી જ વારમાં નિદ્રા ઊડી જવાનો સંભવ છે.
(૧૦) નિદ્રા બરાબર દૂર થયા પછી જે બારી કે બારણામાંથી પ્રકાશ આવતો હોય તેના સામું જોવું ને એ રીતે સંપૂર્ણ નિદ્રા-મુક્ત થઈને પછી જ જયણાપૂર્વક કાયચિંતા (લઘુનીતિ) વગેરે ટાળવી.
સંથારા પર આરૂઢ થતાં, પહેલો વિચાર એ કરવાનો છે કે કદાચ આ જ સંથારા પર કોઈ પણ કારણસર મારું મૃત્યુ થઈ જાય તો? આ નશ્વર દેહનો ભરોસો શું ? એટલે “સાગારી અનશન કરવામાં આવે છે અને ચારે આહારનો, સર્વે ઉપકરણોનો તથા દેહનો સાગારિક-અનશન કરવામાં આવે છે, આ ત્યાગ અનશન સવારે જીવતાં ન ઉઠાય તો અંતિમ અનશન સમજવાનો છે, નહિ તો સવારે ઊઠવા સુધીનો સમજવાનો છે. તેથી તે સાગારિક અનશન કહેવાય છે.
અંતિમ સમયે અનશનની જેમ મંગલભાવના, ચાર શરણ, પાપસ્થાનકોનો ત્યાગ, આત્મ-શિક્ષા, પૌગલિક વસ્તુઓનો ત્યાગ, સમ્યક્તની ધારણા ક્ષમાપના અને દુષ્કતની નિંદા પણ જરૂરી ગણાય છે, તેથી પાંચમી અને છઠ્ઠી ગાથા(આલાપક)માં મંગલભાવના આપેલી છે; સાતમી ગાથા(આલાપક)માં ચાર શરણોનું સ્વરૂપ દર્શાવ્યું છે; આઠમી, નવમી તથા દસમી ગાથામાં અઢાર પાપસ્થાનકોનો ત્યાગ બતાવ્યો છે; અગિયારમી અને બારમી ગાથામાં આત્માને અનુશાસન કરનારી ભાવનાનું નિરૂપણ કર્યું છે; તેરમી ગાથામાં સર્વ પૌગલિક સંબંધોના ત્યાગને જણાવ્યો છે; ચૌદમી ગાથામાં સમ્યકત્વની ધારણા મૂકેલી છે; પંદરમી અને સોળમી ગાથામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org