________________
સંથારા-પોરિસી સૂત્ર ૦૮૩ સંયોગને લીધે જ પ્રાપ્ત કરેલી છે, તેથી એ સર્વ કર્મ-સંયોગને મેં મન, વચન અને કાયાથી વોસિરાવ્યા છે.
જીવને દુઃખ-પરંપરાને જે અનુભવ થાય છે, તેનું કારણ કર્મનો સંયોગ છે. એ સંયોગ દૂર થતાં જ તે પોતાનાં ચિદાનંદ સ્વરૂપમાં સ્થિર થાય છે અને અનંત અપાર સુખનો અનુભવ કરે છે. તેથી હું સર્વ સંયોગોનો મન, વચન અને કાયાથી ત્યાગ કરે છે. તાત્પર્ય કે આ ક્ષણથી હું શરીર, ઇંદ્રિયો, માતા, પિતા, પત્ની, પરિવાર, સગાં-સ્નેહીઓ, મિત્રો, સ્વજનો, ધન-દોલત, માન કે કીર્તિ-એ સર્વેની ઇચ્છાનો ત્યાગ કરું છું અને મારાં પોતાનાં આત્મસ્વરૂપમાં મગ્ન થાઉં છું.
રિહંતો......દિગં ૨૪ો જીવું ત્યાં સુધી અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે અને જિનોએ કહેલા સિદ્ધાંતો સત્ય છે, આવું સમ્યકત્વ મેં ગ્રહણ કર્યું છે. ૧૪
ભવસાગરને તરવા માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્ય ચારિત્ર એ રત્નત્રયીની જરૂર છે. તેમાં પહેલી જરૂર સમ્યગ્દર્શનની છે, કારણ - કે તેના યોગે જ જ્ઞાન અને ચારિત્રમાં સભ્યપણું સંભવે છે. સમ્યગ્દર્શનની
પ્રાપ્તિ દેવ, ગુરુ અને ધર્મના આદર્શ સ્વરૂપને સ્વીકાર્યા વિના થતી નથી, તેથી અહીં દેવ, ગુરુ, અને ધર્મની ધારણા કરવામાં આવી છે. તે આ રીતે કે “અરિહંત મારા દેવ છે, પંચમહાવ્રતધારી સુસાધુ મારા ગુરુ છે અને રાગદ્વેષને જીતીને વીતરાગ તથા જિન થયેલા એવા શ્રીતીર્થકર ભગવંતોએ પ્રરૂપેલું દયા-પ્રધાન સ્યાદ્વાદમય તત્ત્વ એ મારો ધર્મ છે. આ પ્રકારનું સમ્યક્ત્વ મેં ગ્રહણ કર્યું છે.”
શાસ્ત્રકારોની ભાષામાં કહીએ તો દરેક સુજ્ઞ મનુષ્ય અંત સમયે અનશન અને આરાધના કરવી જોઈએ. તેમાં આહાર, ઉપાધિ અને દેહનો ત્યાગ કરવો એ અનશન છે અને ચાર શરણ સ્વીકારવા-પૂર્વક અઢાર પાપસ્થાનકોનો ત્યાગ કરીને આત્માનું અનુશાસન કરવું તથા સમ્યક્ત્વ ધારણ કરવું, એ આરાધના છે. એટલે સંથારા પર શયન કરતી વખતે કદાચ મૃત્યુ આવી પડે તો પણ પોષધ કરનારને અનશન અને આરાધનાનો લાભ મળે છે.
મિ.....માત્ર ૨ હે જીવ-સમૂહ ! તમે સર્વે ખમત-ખામણાં કરીને મારા પર પણ ક્ષમા કરો. હું સિદ્ધોની સાક્ષીએ આલોચના કરું છું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org