________________
સુગુરુ-વંદન સૂત્ર ૦ ૭૫
હું પાછો ફરું છું, તેની નિંદા કરું છું, ગુરુ-સમક્ષ તેની ગહ કરું છું અને એ અશુભ યોગમાં વર્તેલા મારા બહિર્મુખ આત્માનો ત્યાગ કરું છું.
(૬) સૂત્ર-પરિચય અનંત સંસાર-સાગરને નિશ્ચિત તરી જવો હોય તો ગુરુરૂપી વહાણની અગત્ય છે. ભયાનક ભયારણ્યને સહીસલામત પાર કરવું હોય તો ગુરુરૂપી ભોમિયાની જરૂર છે. તે જ રીતે, અજ્ઞાનના ઘોર અંધકારને ભેદીને બહાર નીકળવું હોય તો ગુરુરૂપી દીપકની આવશ્યકતા છે. પ્રાજ્ઞ પુરુષોનો એ અનુભવ છે કે જ્યાં ગુરુ નથી ત્યાં જ્ઞાન નથી; જયાં જ્ઞાન નથી ત્યાં વિરતિ નથી; જ્યાં વિરતિ નથી ત્યાં ચારિત્ર નથી, અને જ્યાં ચારિત્ર નથી ત્યાં મોક્ષ નથી. તેથી આત્મ-વિકાસને ઇચ્છનારા મુમુક્ષુઓએ ગુરુનું શરણ સ્વીકારવું જોઈએ અને તેમના માર્ગદર્શન નીચે સાધના-ક્રમ અનુસરવો જોઈએ.
ગુરુની પ્રસન્નતા વિનય કે વંદન વડે પ્રાપ્ત થાય છે. તે માટે કહ્યું છે કે “મીરસ્ય ૩ મૃતં વિUrો. સો વિમો ૩ પવિત્તી સ ય વિહિં. વંગામો ” [સર્વજ્ઞ-પ્રણીત] આચારનું મૂળ વિનય છે, તે વિનય ગુણવંતની સેવા-ભક્તિરૂપ છે. તે સેવા-ભક્તિ વિધિ-પૂર્વક વંદના કરવાથી થાય છે.
આ વંદના કોને કરવી જોઈએ ? તે સંબંધી શ્રીભદ્રબાહુસ્વામીએ આવશ્યક-નિર્યુક્તિમાં જણાવ્યું છે કે
"समणं वंदिज्ज मेहावी, संजयं सुसमाहियं । पंचसमिय-तिगुत्तं, असंजम-दुगुंछगं ॥११०६।।
બુદ્ધિમાન પુરુષે સંયત, ભાવસમાધિયુક્ત, પંચસમિતિ અને ત્રિગુપ્તિવાળા તથા અસંયમ પ્રત્યે જુગુપ્સા ધરાવનારા એવા શ્રમણને વંદના કરવી જોઈએ.”
તે સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે"पासत्थाई वंदमाणस्स, नेव कित्ती न निज्जरा होई ।
-જિનેસ મેવ, મૂળ તટ H-વંઉં વ ા૨૨૦૮ાા' “પાસસ્થા(પાર્થ0) આદિ પાંચ પ્રકારના શ્રમણોને વંદન કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org