SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સુગુરુ-વંદન સૂત્ર ૦ ૬૩ ડગમગતા સાધુઓને હિતશિક્ષા આપી સંયમ-માર્ગમાં સ્થિર કરનાર અને રત્નાધિક” એટલે વયમાં નાના પણ ચારિત્રગુણમાં અધિક હોય તેવા સાધુ “ગુરુ' શબ્દ અહીં સુગુરુનો વાચક છે, પણ નામધારી ગુરુઓનો વાચક નથી. એટલે વંદન સુગુરુને જ કરવાનું છે, પણ કુગુરુને કરવાનું નથી. શ્રી દેવેન્દ્રસૂરિએ ગુરવંદનભાષ્યમાં જણાવ્યું છે કે "पासत्थो उस्सन्नो, कुसील-संसत्तओ अहाछंदो । ટુ-ડુ-તિ-દુ-ળે વિહા, અવંખિન્ના નખમર્યામિ ” બે પ્રકારના “પાસસ્થા', બે પ્રકારના “અવસન્ના', ત્રણ પ્રકારના કુશીલો,' બે પ્રકારના સંસક્તો' અને અનેક પ્રકારના “યથાછંદો” જિનમતમાં-જૈનશાસનમાં અવંદનીય કહ્યા છે.” જે સાધુ દોષિત આહાર-પાણી લે અને સાધુપણાનો ખોટો ગર્વ રાખે, તે “દેશ-પાસસ્થા” કહેવાય, અને જે સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં ઉપકરણો પાસે રાખ્યા છતાં તેનો લાભ ન લે, તે “સર્વ-પાસત્થા' કહેવાય. જે સાધુ સાધુ યોગ્ય નિત્ય-કરણીમાં શિથિલતા રાખતા હોય, તે દેશ-અવસગ્ન' કહેવાય અને જે પડી પથારીએ સૂઈ રહેતા હોય તથા પ્રમાદવશ બની દેહને જ પોષતા હોય તથા સંયમ-કરણીમાં તદ્દન નમાલા હોય તે “સર્વ-અવસગ્ન” કહેવાય. જે સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રના પાળવા યોગ્ય આચાર ન પાળે તે અનુક્રમે “જ્ઞાન-કુશીલ,” “દર્શન-કુશીલ” અને “ચારિત્ર-કુશીલ' કહેવાય. જે સાધુ આપમતે જીવ-હિંસાદિક અને કર્મબંધનાં કારણોનું સેવન કરે, પારકા ગુણ સહન ન કરી શકે, તથા સુખશીલિયાપણું આચરે, તે “સંક્લિષ્ટ-સંસક્ત' કહેવાય તથા સારા-ખોટાના વિવેક વિના સારાની સાથે સારો અને બૂરાની સાથે બૂરો એમ વર્તે, તે “અસંક્લિષ્ટ-સંસક્ત' કહેવાય. “યથાછંદ' સાધુઓ અનેક પ્રકારના છે. જેઓ બેઠા બેઠા કંઈક પ્રકારના તરંગો બાંધે, મનમાં આવે તેમ લવતા ફરે, ઉસૂત્ર ભાષણ કરે, પોતાનો કલ્પિત-સ્વાર્થ સધાય તેવું બોલે, પર-નિંદા કરે, કોઈ પર આળ ચઢાવે, લોકોમાં પૂજાવા માટે મિથ્યાડંબર કરે વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy