________________
૪૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
(કાયોત્સર્ગ), (૩) ઉપધિ-વ્યુત્સર્ગ અને (૪) ભક્તપાન-બુત્સર્ગ.” “ભાવ વ્યુત્સર્ગ' ત્રણ પ્રકારનો છે. જેમ કે “(૧) કષાય-બુત્સર્ગ, (૨) સંસારવ્યુત્સર્ગ અને (૩) કર્મ-વ્યુત્સર્ગ.” એટલે કષાયનો ત્યાગ, સંસારનો ત્યાગ અને આઠ પ્રકારનાં કર્મોનો ત્યાગ. સંક્ષિપ્તમાં ત્યાગ-ભાવનો અમલ તે ભુત્સર્ગ' નામનું છઠ્ઠા પ્રકારનું “આત્યંતર તપ છે.
બૂદિક-વન વીરિયો..વરિયો . (ગદુત્ત) ઉપર કહેલા આઠ જ્ઞાનના, આઠ દર્શનના, આઠ ચારિત્રના અને બાર તપના મળી છત્રીસ આચારોને વિશે (નો) જે (પિપૂદિ–વત્તવીfો) બાહ્ય અને આત્યંતર સામર્થ્યને ન ગોપવતાં-ન છુપાવતાં (પશ્ચિમડું) પરાક્રમ કરે છે અને (૩) તેના પાલનમાં (નહીં-થાનું) યથાશક્તિ પોતાના આત્માને (મું) જોડે છે-જોડી રાખે છે, (તો) તેવા આચારવાનનો આચાર (વીડિયો) વીર્યાચાર (નાયબો) જાણવો.
જેઓ એકાંતે એમ માને છે કે"प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः,
सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा ।। भूतानां महति कृतेऽपि हि प्रयत्ने,
नाभव्यं भवति न भाविनोऽस्ति नाशः ॥"
“નિયતિના પ્રભાવે જે શુભ કે અશુભ અર્થ મનુષ્યોને મળવાનો હોય છે, તે અવશ્ય મળે છે. જીવો ગમે તેવો મોટો પ્રયત્ન કરે તો પણ ન થવાનું તે થતું નથી અને થવાનું છે તે ફરતું નથી.”
તેઓ પ્રત્યક્ષ-સિદ્ધ પુરુષાર્થનો અપલાપ કરનારા હોઈ પ્રામાણિક નથી. જ્યારે “ઉત્થાન” (ઊભું થવું-પ્રવૃત્ત થવું) કર્મ (ઊંચ-નીચું કરવુંફેંકવું), “બલ' (શારીરિક શક્તિ), “વીર્ય (આત્યંતર શક્તિ-જીવનો ઉત્સાહ) અને પરાક્રમ' (ઇષ્ટ-સિદ્ધિ માટેનો પ્રયાસ) વગેરેનું પરિણામ પ્રત્યક્ષ સિદ્ધ હોઈને માનવા યોગ્ય છે.
મોક્ષમાર્ગની સિદ્ધિનો સંપૂર્ણ આધાર વર્ષોલ્લાસની વૃદ્ધિ ઉપર રહેલો છે, ગુર્નાદિક વગેરે તો માત્ર વીર્યના ઉલ્લાસની વૃદ્ધિમાં હેતુરૂપ છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org